તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પીરોજપુરા ગામે ત્રણ શખ્સોએ આધેડને માર મારતાં ફરિયાદ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારુ બાઇક ગાડીની અાગળ કેમ કરેલું તેમ કહી હુમલો

શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે નજીવી બાબતે મનદુ:ખ રાખી બુધવારે સાંજે ત્રણ શખ્સોઅે મળીને અાધેડને માર માર્યો હતો. અા અંગે ઇજાગ્રસ્તે શંખેશ્વર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે રહેતા શીવાજી લાધુજી ઠાકોર તેમના ગામના બસ સ્ટેશન પાસે બુધવારે સાંજે ઉભા હતા તે વખતે ઠાકોર કડવાજી અાવીને કહેવા લાગેલ કે બે દિવસ પહેલા મારો ભાઇ છોટા હાથી ગાડી લઇને અાવતો હતો ત્યારે તે તારુ બાઇક ગાડીની અાગળ વચ્ચે કેમ કરેલ હતુ, તેમ કહી ગાળો બોલવા લાગેલ હતો.

ત્યારે બીજા બે શખ્સોએ તેનુ ઉપરાણુ લઇને ત્રણેય મળીને શીવાજી ઠાકોરને ગડદાપાટુનો માર મારી મોઢાના ભાગે ઇજાઅો કરી હતી. અા અંગે શીવાજી ઠાકોરે શંખેશ્વર પોલીસ મથકે ઠાકોર કડવાજી ગંગારામભાઇ, ઠાકોર નવઘણજી ગંગારામભાઇ અને ઠાકોર વિશાલ નવઘણજી સામે ફરિયાદ નોંધાવી હતી.આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો