ક્રાઈમ:રાધનપુર તાલુકાના ધરવડીની યુવતીને માર મારતાં ફરિયાદ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર તાલુકાના ધરવડી ગામે રહેતા નિરમાબેન જોરાભાઇ ઠાકોર અને તેમની માતા શારદાબેન બન્ને જણા શનિવારે સવારે દુકાન ઉપર હાજર હતા તે વખતે તેમના ગામના જ ત્રણ શખ્સો આવીને તું અગાઉ યુવાન સાથે સંબધ ધરાવતી હતી તેમ કહિને ગાળો બોલીને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવતીએ  રાધનપુર પોલીસ મથકે ધરવડી ગામના જ ઠાકોર પિન્ટુભાઇ રસિકભાઇ, ઠાકોર ગલાભાઇ નેમાભાઇ અને ઠાકોર રસિકભાઇ નેમાભાઇ રહે.ધરવડી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...