શોધખોળ:હારિજના કાતરા ગામેથી કિશોર ગુમ થતાં અપહરણની ફરિયાદ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 નવેમ્બરે ઘરેથી નીકળી ગયો હતો
  • સગા સંબંધીમાં શોધખોળ છતાં પત્તો ન લાગ્યો

હારિજ તાલુકાના કાતરા ગામનો કિશોર તાજેતરમાં ગુમ થતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી. અા અંગે કિશોરના પિતાએ હારિજ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કિશોરના પિતાની ફરિયાદ લઈ શોધખોળ હાથ ધરી છે.હારીજ તાલુકાના કાતરા ગામે રહેતા દઝાભાઇ ભાવાભાઇ ચૌધરીનો પુત્ર ગૌતમ (ઉ.વ.16) હારિજ ખાતે ધોરણ -12 અભ્યાસ કરે છે. જે તારીખ 16/11/2021 ના રોજ સવારે 8 કલાકે કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયો હતો. તેની જાણ પરિવારને થતા સગા સબંધીઅોમાં શોધખોળ હાથ ધરાઇ હતી.

જ્યાં તેનો કોઈ પત્તો ન લાગતાં અા અંગે ગુમ થનારના પિતાએ હારિજ પોલીસ મથકે કોઇ અજાણ્યા શખ્સે અપહરણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ પીઅેસઅાઇ અેસ.અાર. ચૌધરી ચલાવી રહ્યા છે. પીએસઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કિશોરના પિતાના નિવેદન આધારે ફરિયાદ નોંધી છે. હાલમાં કિશોરની શોધખોળ ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...