તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણના કરીયાણાના વેપારીએ દોઢ માસ પહેલા છોટાહાથી લઇને કરીયાણા સામાન વેચાર કરવા નિકળ્યો હતો ત્યારે પાટણ કતરપુર રોડ ઉપર પાંચ જણાએ પત્રકાર હોવાની ઓળખ આપીને રૂ.43 હજાર સ્થળ પર કાઢી લીધા હતા અને બાકીનો તોડ કરીને કુલ રૂ.1.93 લાખની લીધા હોવાની વેપારીએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.
પાટણ શહેરમાં ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં કરીયાણાની દુકાનના વેપારી આશીષકુમાર બંશીલાલ મોદી તેઓ તેમનુ છોટાહાથી છકડો તારીખ 10 ડિસેમ્બર 2020ના રોજ લઇ કરીયાણાનો સામાન વેચવા જતા હતા ત્યારે કુણઘેર રોડ ઉપર પાંચ શખ્સોએ રોકીને પોતે પ્રેસ રિપોર્ટર તરીકેની ઓળખ આપી હતી.
છકડામાં ગેરકાયદેસર વસ્તુઓ હોવા બાબતની વાત કરી છોટા હાથીમાં રહેલ સામાનના ફોટા પાડી તથા વીડીયો શુટીંગ કરેલની વાત કરી ગેરકાયદેસર અવરોધ તથા અટકાયત કરી આ બાબતે જો પોલીસ કેસ ન કરવો હોય તો રૂ.બે લાખની માંગણી કરી ચાલકને છોટા હાથી છકડાને બેસાડી કતપુર ગામના સીંગલપટ્ટી રોડથી પાટણ સુધી અપહરણ કરી તેમના પાસે બળજબરીથી રહેલા રોકડ રૂ.43 હજાર કાઢી લીધા હતા અને પોલીસ કેસ નહી કરવા રૂ.1.50 લાખની માંગણી કરી હતી. જેલમાં નહી જવા દેવા બાબતની વાત કરી ધાકધમકી આપી કુલ રૂ.1.93 લાખ બળ જબરી પુવર્ક મેળવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે આશીષકુમાર મોદીએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે શખ્સ ઠાકોર પરેશકુમાર વિરાજી, મકવાણા હિતેશકુમાર મગનભાઇ, ઓઝા દિલીપભાઇ નરોત્તમભાઇ, ધર્માભાઇ પટેલ અને એક અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.