પાટણ શહેરની જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા બે પરિવાર વચ્ચે નાના છોકરાને લઈ બોલચાલી થઇ હતી. જેને લઈ બન્ને ધોકા લાકડી અને લોખંડની પાઇપ વડે સામ સામે આવી ગયા હતા. જેમાં 4 સભ્યો નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ બાબતે બંને પરિવારોએ પાટણ બી ડીવિઝન પોલીસ મથકે સામસામે 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પાટણ શહેરની જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા ઇશ્વર બચુભાઇ પ્રજાપતિ તેમના મકાનના ઉપરના ભાગેથી સોમવારે નીચે ઉતરતા હતા. તે વખતે તેમના મોટો ભાઇએ છોકરાઓને નીચે રમતા હોઇ તે કહેતા તેના માતા પિતા ઉશ્કરાઇ જઇને ફાવે તે બોલવા લાગ્યા હતા અને ઉશ્કરાઇ લોખંડનો સળીયા વડે હિચકારો હુમલો કરીને ઇજાઓ પહોચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્તે પાટણ બી ડીવિઝન પોલીસ મથકે બે શખ્સો પ્રજાપતિ કિરણ બચુભાઇ અને પ્રજાપતિ કોમલ કિરણભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
સામે પક્ષે જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણભાઇ બચુ પ્રજાપતિનો દિકરો તેમના ઘરે બહાર રમતો હતો તે વખતે સામે રહેતા ઇશ્વર પરમારે દિકરાને માર મારવા અંગે તેઓને ઠપકો આપતા બોલાચાલી કરતા આઠ સભ્યો ઉપરાણુ લઇને દોડી આવ્યા હતા તેઓ લોખંડની પાઇપ તેમજ ધોકા વડે માર માર્યો હતો.
આ અંગે ઇજાગ્રસ્તે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે શખ્સ પ્રજાપતિ ઇશ્વર બચુભાઇ, પ્રજાપતિ જયાબેન ઇશ્વરભાઇ, પ્રજાપતિ અલ્પેશ ચંપકભાઇ, અલ્પેશની પત્ની, પ્રજાપતિ મહેશ ચંપકભાઇ, મહેશની પત્ની, પ્રજાપતિ રાજુ બાલચંદભાઇ અને રાજુની પત્ની સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.