તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ભાજપના કાર્યક્રમમાં શાકભાજી કીટ આપી વિરોધ કરનાર કોંગ્રેસની મહિલા કાર્યકરો સામે ફરિયાદ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કાર્યાલયમાં ગેરકાયદે પ્રવેશી સુલેહ શાંતિનો ભંગ કરવા અંગે આરોપ

પાટણ ખાતે ભાજપના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં પ્રવેશ કરી શાકભાજીની કીટ આપીને મોંઘવારી સહિતનો વિરોધ કરનાર કોંગ્રેસ પક્ષના મહિલા મોરચાની બહેનો સામે પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.શુક્રવારે શહેરના ચાણસ્મા હાઇવે પર આવેલ ભાજપના કાર્યાલય કમલમ ખાતે નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય જિલ્લા પ્રભારી પ્રદેશ મહામંત્રી જિલ્લા પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની હાજરીમાં કોંગ્રેસ મહિલા મોરચાની પ્રમુખ ભૂમિ બેન પટેલ શહેરના શહેરના વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર અને ચાર બહેનો સ્ટેજ ઉપર ધસી જઇ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ છુ તેવું બોલીને ઠાકોર સમાજની વ્યક્તિને કેમ તેવો પ્રશ્ન કરી કોમ કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાવે તેવો હંગામો કરેલ કરવા અંગે આખરે શનિવારે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ભાજપ દ્વારા તેના રાજકીય સ્પર્ધક કોંગ્રેસ પક્ષની ઉપરોક્ત કાર્યકરો સામે જિલ્લા ભાજપ મંત્રી ગીતાબેન ધીરજભાઈ સોલંકી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે ઈપીકો કલમ ૧૪૭ ૧૪૮ ૫૦૪ ૫૦૫ સહિત અન્ય કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો