તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:હાંસાપુરની દિકરીનાં પુન: લગ્ન બાદ પણ સાસરિયાં ત્રાસ આપતાં નવ સામે ફરિયાદ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ ઘરેથી ક્યાંક ચાલ્યો જતાં સાસરિયાં ત્રાસ આપતાં હતાં
  • વિરમગામનાં નવ સભ્યો સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

પાટણના હાંસાપુરની દિકરીને વિરમગામનાં સાસરિયાં ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ છે.હાંસાપુર હરસિદ્વનગર સોસાયટીમાં રહેતા લીલાબેન ચીમનભાઇ શ્રીમાળીનાં પુન: લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયાં હતાં. શરૂઆતમાં પતિ શ્રીમાળી કૌશિકભાઇ અને સાસરીવાળાઅે સારી રીતે રાખતાં હતાં, પછી ઘરકામ બાબતે અને નાની નાની વાતમાં ઝઘડાઅો ચાલુ થતાં 24 જુન 2020ના રોજ કૌશિકભાઇ ભાગી જતાં પરીવારના સભ્યો ભેગા મળી કૌશિક તારા કારણે ભાગી ગયો છે તેમ કહિ શારિરીક તેમજ માનસિક ત્રાસ આપી પરીવાર 8 સભ્યોને ચઢામણીથી ગડદાપાટુનો માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી અાપી હોવાની મહિલાઅે પાટણ મહિલા પોલીસ મથકે 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

સાસરીના આ નવ શખ્સો સામે ફરિયાદ
શ્રીમાળી કૌશિકભાઇ પ્રવિણભાઇ, શ્રીમાળી ચંદુલાલ કાંતિલાલ, શ્રીમાળી જાગૃતિબેન સુરેશભાઇ, શ્રીમાળી ખુશ્બુબેન સુરેશભાઇ, શ્રીમાળી અાશિષ સુરેશભાઇ, શ્રીમાળી રીનાબેન નિલેષભાઇ, શ્રીમાળી અલ્પેશભાઇ, શ્રીમાળી સેજલબેન અલ્પેશભાઇ, રાઠોડ રાહુલ (રહે. તમામ વિરમગામ)

અન્ય સમાચારો પણ છે...