તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ગલૂડીયાનું મોત નિપજાવતાં એક્ટિવા ચાલક સામે ફરિયાદ

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ શહેરના ઘીમટા બારોટ વિસ્તારની ઘટના, પાલતુ શ્વાનના મોતથી શોક

પાટણ શહેરમાં ઘીમટો બારોટ વાસમાં ગુરુવારે બપોરે એક એક્ટીવા ચાલકે પાંચ માસના ગલુડિયાને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દેતાં તેના માલિક દ્વારા પોલીસ મથકે ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પાટણ શહેરમાં ઘીમટો બારોટ વાસમાં રહેતા નરેશભાઈ ભગવાનદાસ સોનીના પાલતું પાંચ માસનું ગલુડિયું ગુરુવારે બપોરે રોડ ઉપર બેઠું હતું. તે વખતે તેમના વિસ્તારમાં રહેતા જયેશભાઈ રાવળ તેમનું એકટીવા લઈને પૂરઝડપે આવી ગલુડિયાને ટક્કર મારતા તેને માથાના અને ગળાના ભાગે ઇજાઓ થઇ હતી અને તે તરફડીયા મારી બપોરે એકાદ વાગ્યાના અરસામાં મૃત્યુ પામ્યું હતું. આ ઘટનાથી તેના માલિક નરેશભાઈને આઘાત લાગ્યો હતો. આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે રાવળ જયેશભાઈ રતિલાલ રહે.

પાટણ સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ એએસઆઈ નિકુલકુમાર ચૌધરીએ અકસ્માત વાળી જગ્યાનું પંચનામુ કરી મૃતક ગલુડિયાનું પીએમ કરવા સરકારી પશુ દવાખાનામાં ખસેડયુ હતું.

કૂતરા પર થતાં અત્યાચારોના કિસ્સા વધ્યા
પાટણના જીવદયાપ્રેમી બંટી ભાઈ જણાવ્યું હતું કે અગાઉ પાટણમાં એક પ્રોફેસર મારફતે ઝાડી સળગાવતા 5 જીવતા ગલુડિયા ભડથું થઈ ગયા હતા જેમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. શહેરના લીલી વાડી વિસ્તારમાં મોટર સાયકલ પાછળ જીવતા કુતરા ખસેડવાનો એક કિસ્સો અંગે પણ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. એક મહિલાએ કુતરાને ધોકો મારી પગ ભાગ્યો હતો તેની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. રાણકીવાવ વિસ્તાર તરફ ખોરાકમાં ઝેર આપી કૂતરાને મારી નાખ્યું હોવાની આશંકાથી પણ ગુનો નોંધાવ્યો હતો.

પાટણ શહેરમાં ઘીમટો બારોટ વાસમાં એક કૂતરાને ઉપાડી ગયા હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરી હતી. શહેરની શ્રીનગર સોસાયટીમાં એક મહિલા કુતરાઓ પાળતી હોવાથી તે કુતરાઓથી પરેશાન અન્ય રહીશો અને મહિલા વચ્ચે સામસામી અરજીઓ શહેર બી ડીવીઝન પોલીસ મથકે અગાઉ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો