છેતરપીડીં:સંખારીના ખેડૂતની જમીનના ખોટા દસ્તાવેજ બનાવતાં 5 સામે ફરિયાદ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડૂતના નામે વર્ષ 2012-13માં ખોટા રજીસ્ટર્ડ દસ્તાવેજ બનાવ્યા
  • ખેડૂતે પાટણ તાલુકા પોલીસ મથકે 5 શખ્સો સામે ગુનો નોંધાવ્યો

પાટણ તાલુકાના સંખારી ગામના ખેડૂતની 9 વર્ષ અગાઉ 5 શખ્સોઅે ખોટા દસ્તાવેજ બનાવી જમીનના ખોટા રજીસ્ટર્ડ દસ્તાવેજ ઉભા કર્યા હોવાની ખેડૂતે પાટણ તાલુકા પોલીસ મથકે 5 સામે છેતરપીડીંની ફરીયાદ નોંધાવી છે.

સંખારી ગામે રહેતા નરેશકુમાર મોહનલાલ સોલંકીનું ખેતર ગામની સિમ વિસ્તારમાં સર્વે નંબર 551 (હે.અારે.1.18.32 ચો.મી.)વાળી જમીનનો તારીખ 17/09/2012થી 11/02/2013 દરમિયાન 5 શખ્સોઅે અેકબીજાના મેળાપીપણાથી ખોટું નામ ધારણ કરી છળકપટથી છેતરપીંડી કરી રજી.દ.નં.4857/2012 અને 17/09/2012 રજી.દ.નં.662/2013 તા.11/02/201 થી ખોટા રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી ગુનો કર્યો હતો અા અંગે જમીન માલિક નરેશકુમાર મોહનલાલ સોલંકીઅે પાટણ તાલુકા પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ પીઆઈ એચ.ડી. તુંવર ચલાવી રહ્યા છે.

આરોપીઓનાં નામ

  • રબારી ગોવિંદભાઇ કાનજીભાઇ (રહે.મેમદપુર)
  • રબારી અમરતભાઇ સરતાનભાઇ (રહે.ગુલવાસણા)
  • રબારી અશોકભાઇ અમૃતભાઇ (રહે.સંખારી)
  • પરમાર અશોભાઇ બાબુભાઇ (રહે.સંખારી)
  • રબારી ચેતનાબેન અશોકભાઇ અમૃતભાઇ (રહે.સંખારી)