તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:સાતુન ગામે મહિલાનાં કપડાં ફાડી મારી નાંખવાની ધમકી આપતાં 4 સામે ફરિયાદ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઘર આગળ કચરો સાફ કરતાં હતાં ત્યારે મામલો બિચક્યો
  • ઘર આગળથી પસાર થતો યુવાન મનફાવે તેમ બોલતો હોઈ ના કહેતાં માર માર્યો

રાધનપુર તાલુકાના સાતુન ગામે સોમવારે મહિલાના ઘર નજીક એક શખ્સે મન ફાવે તેમ બોલી કપડાં ફાડી ગડદાપાટુનો માર માર્યો હતો. તેનુ ઉપરાણુ લઇને આવેલા અન્ય ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં રાધનપુર પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

રાધનપુર તાલુકાના સાતુન ગામે રહેતા મહિલાના સોમવારે તેમના ઘરના અાગણાં બહાર સફાઇ કરતી હતી તે વખતે ગામનો જ ઠાકોર દજુભાઇ દેવાભાઇ મહિલા અને તેના પરીવારના સભ્યોને ફાવે તેમ બોલતો હોઈ મહિલાએ બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઈ માર મારી કપડાં ફાડી નાખ્યા હતાં અને ગદડા પાટુનો માર માર્યો હતો. આ વખતે દલુભાઈ ઠાકોરનું ઉપરાણુ લઇને ઠાકોર કાનજીભાઇ ગાંડાભાઇ, ઠાકોર શંકરભાઇ મોહનભાઇ અને ઠાકોર વિપુલભાઇ શંકરભાઇ ત્યાં દોડી આવ્યા હતા અને મનફાવે તમે બોલીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી અાપતાં મહિલાઅે રાધનપુર પોલીસ મથકે ચાર શખ્સો ફરિયાદ નોંધાવી છે.

રાધનપુર પોલીસે મહિલાનું નિવેદન લઈ રોઝુ ગામના ચાર શખ્સો સામે ઈજ્જત લેવાની કોશિશ સહિતની કલમો સાથે ફરિયાદ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...