તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ પ્રકરણ:પાટણ સાંઈબાબા ત્રણ રસ્તા નજીક લૂંટ પ્રકરણમાં છ માસ બાદ ફરિયાદ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઈક પર આવેલા શખ્સોએ યુવાનને લૂંટ્યો હતો
 • મોબાઈલ, સોનાની ચેઈન અને રોકડની લૂંટ થઈ હતી

પાટણમાં સાંઇબાબા ત્રણ રસ્તા નજીક લોકડાઉન દરમ્યાન છ માસ પહેલા કર્મકાંડી યુવાન પાસેથી ત્રણ શખ્સોઅે છરીની અણીઅે બે મોબાઇલ પર્સ તેમજ સોનાનો દોરાની લૂંટ ચલાવી હતી. અા અંગે છ માસ બાદ પાટણ અે ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાટણમાં ગૌરીકૃપા સોસાયટી રહેતાં કર્મકાંડ કરીને પરીવારનુ ગુજરાન ચલાવતા જયેશકુમાર નરોત્તમદાસ શર્મા બ્રાહ્મણ તારીખ 07/08/2020ના રોજ રાત્રીના સમયેે બાઇક લઇ પાટણ કુણઘેર રોડ ઉપર અાવેલ ફુલ જોગણી માના મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા ત્યારે પાટણ સાઇબાબા ત્રણ રસ્તાથી માખણીયા ગામ નજીકથી કાળા કલરના પલ્સર બાઇક લઇને ઉભેલા ત્યુરણ શખ્સોએ યુવાનને ઉભો રાખીને છરી બતાવીને મોબાઇલ અને પર્સ ઝુટવી લીધુ હતું. અને ગળામાંથી ચેન ખેંચતી વખતે પેન્ડલ નીચે પડી ગયુ હતુ ચેઈન લઇને તેમજ બાઇકની ચાવી લઇને ત્રણ શખ્સો જતા રહેતાં આ અંગે તે સમયે પોલીસમાં અરજી આપી હતી. જ્યાં છ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો