• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Competition Of Meghani Songs Composed By Shire Zaverchand Meghani Was Held At Hemchandracharya North Gujarat University, Patan

સ્પર્ધા:પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં શાયર ઝવેરચંદ મેઘાણી રચિત મેઘાણીના ગીતોની સ્પર્ધા યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો વિજેતાઓ ગુજરાત રાજ્ય કક્ષાએ ઉપરોક્ત સ્પર્ધામાં યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ. જે. જે. વોરાની અધ્યક્ષતામાં કસુંબીનો રંગ કાર્યક્રમ અંતર્ગત મેઘાણીના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી. રજીસ્ટાર ડી. એમ. પટેલ સહિત ડૉ. ચિરાગ પટેલ નિયામક શારીરિક શિક્ષણ, યુવા સાંસ્કૃતિક પ્રવુતિઓની ઉપસ્થિતિમાં કન્વેશન હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સલગ્ન કોલેજોના 14 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે પૂજા બારોટ (શ્રીમતી પી.કે.કોટાવાલા ,પાટણ ), દ્વીતીય ક્રમે ગૌસ્વામી સત્યમપૂરી (એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ ,પાલનપુર ) અને તૃતિય ક્રમે પરમાર મયુર (શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ કોલેજ ,મહેસાણા ) વિજેતા બન્યા હતા

. આ ત્રણેય વિજેતાઓ ગુજરાત રાજ્ય કક્ષાએ ઉપરોક્ત સ્પર્ધામાં યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે. ડૉ. રિદ્ધિ અગ્રવાલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શારીરિક શિક્ષણના નિયામક ડૉ.ચિરાગ એ.પટેલ, કોચ ગજાનંદ શુક્લ તથા જુ.કા. વિમર્શ બરંડા, નરેશ દેસાઈ, ધવલ પટેલ અને નરેન્દ્ર મહેતા સહિતનાઓ આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...