એમ્બ્યુલન્સમાં કરાઈ ડિલિવરી:સમીના રણાવાડા ગામમાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફની સરાહનીય કામગીરી, વાનમાં કરાવી બાળકની નોર્મલ ડિલિવરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ પહોંચે તેવી પરિસ્થિતિ ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ ઈએમટીએ ડિલિવરી કરાવી
  • સમી 108ના પાયલોટ અને ઈએમટીની સેવાની પરિવારજનો સહિત ગ્રામજનોએ સરાહના કરી

પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામની ગર્ભવતી મહિલાની 108 એમ્બ્યુલન્સ વાનમાં જ સ્ટાફ દ્વારા ગઈકાલે રવિવારની મોડી રાતે પ્રસૃતિ કરાવવામાં આવી હતી. સ્ટાફે એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાને પ્રસવ પીડામાંથી મુક્ત કરતા પરિવારજનોએ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આરોગ્યની તાત્કાલિક સુવિધા પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સ્ટાફની કામગીરી ખરેખર પ્રશંસનીય અને કાબિલે તારીફ બની રહી છે. ત્યારે ગઈકાલે રવિવારની મોડી રાત્રે પ્રસવ પીડા ભોગવી રહેલાં સમી તાલુકાના રણાવાડાનાં ઠાકોર સંગીતાબેન વિકમજી નામનાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા પરિવારજનો દ્વારા સમીની 108 સેવાને જાણ કરાઈ હતી. 108 એમબ્યુલન્સના ઇએમટી ધિરેન્દ્ર અને પાયલોટ સન્ની પરમારે તાત્કાલિક પહોંચી જઈ મહિલાને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પરંતુ મહિલાને લઈને હોસ્પિટલ પહોંચે તેવી પરિસ્થિતિ ન હોવાથી 108 એમ્બ્યુલન્સમાં જ ઈએમટી દ્વારા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. આમ તાત્કાલિક સંજોગોમાં બેબીને જન્મ અપાવી મહિલાને પ્રસવ પીડામાંથી મુક્ત કરતાં મહિલાના પરિવારજનો સહિત રણાવાડાનાં ગ્રામજનોએ 108 સ્ટાફ પરિવારની આરોગ્ય સેવાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...