તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપૂરતી સુવિધા:પાટણની ધારપુર હોસ્પિટલમાં જરુરી દવા વગર જ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે વોર્ડનો પ્રારંભ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારપુર ખાતે દવા ના હોવાથી દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ની મહામારી ને નાથવા જિલ્લા પ્રશાસન સહિત અનેક સેવાકીય સંસ્થાઓ પ્રયત્નશીલ બની છે ત્યારે હાલ માં કોરોનાના સંકમિત દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ ની બીમારી થવાની સંભાવના પ્રબળ બનવા પામી છે.

ત્યારે ધારપુર મેડિકલ હોસ્પિટલ માં મંગળવારના રોજ ધારપુર હોસ્પિટલ માં ફરજ બજાવતા કમૅચારીના પરિવારના 60 વર્ષિય વૃધ્ધ ને મ્યુકોરમાઇકોસીસ ના પ્રથમ સ્ટેજ નાં લક્ષણો જણાતા ફરજ પરના તબીબે આવી બિમારી માટે ધારપુર ખાતે જરૂરી દવા ન હોવાથી દર્દીને અન્યત્ર ખસેડવા સલાહ આપી હતી પરંતુ દર્દીના પરિવારજનો દ્વારા બહાર થી દવા મંગાવી આપતાં મંગળવારના રોજ ધારપુર હોસ્પિટલ માં ફરજ બજાવતા ઈએનટી ડો.શાહ દ્વારા દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું ધારપુર મેડિકલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવતે જણાવ્યું હતું.

તો આવાં દર્દીઓ માટે ધારપુર હોસ્પિટલમાં છ બેડ નો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ. જોકે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ ના દર્દી ને સારવાર આપવા માટે જરૂરી ઇન્જેક્શન ટેબ્લેટ કે અન્ય કોઈ દવાઓ ઉપલબ્ધ ન હોય આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે માંગ કરાઈ હોવાનું જણાવ્યું હતું.

આ અગાઉ ચાર દિવસ પહેલા પણ ધારપુર હોસ્પિટલમાં 60 વર્ષના વૃદ્ધને શંકાસ્પદ કોરોના અને મ્યુકોરમાઇકોસીસ ની બીમારી ના લક્ષણો જણાયા હતા પરંતુ ધારપુર હોસ્પિટલમાં આ માટે ની જરૂરી દવા ઉપલબ્ધ ન હોવાથી દર્દીને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

કોરોના ની બીજી લહેર માં મ્યુકોરમાઇકોસીસ પ્રથમ સ્ટેજ નાં દર્દીનું તેમનાં પરિવારજનો દ્વારા બહારથી દવા ઉપલબ્ધ બનાવતા દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું અને આવાં લક્ષણો ધરાવતાં દદીઓ ને ધારપુર હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગને જરૂરી દવાઓ ઉપલબ્ધ બનાવવા માંગણી કરવામાં આવી છે જોકે આવાં દર્દીઓને ધ્યાનમાં રાખીને હાલમાં ધારપુર હોસ્પિટલમાં છ બેડ સાથે ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે પાટણ અત્યારે ધારપુર માં 6 આઈ સી યુ બેડ ની વેવસ્થા કરી છે. મ્યુકોરમાઇકોસીસ માટે એના માટે દવા માટે સરકાર માં રજુઆત કરી છે કે જે દવા જયારે અવેલેબલ થઈ જાય પછી મ્યુકોરમાઇકોસીસ સારવાર શરૂ થઈ શકે છે .એક કેસ ગઈ કાલે મ્યુકોરમાઇકોસીસ આવ્યો હતો જે અમદાવાદ માં રીફર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...