આસ્થા:પાટણમાં પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાનો પ્રારંભ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદ્મનાભ મંદિર પરિસરમાં રવાડી પ્રગટાવી સાદગીપૂર્ણ મેળાનો પ્રારંભ

પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાભ ભગવાનના મંદિર પરિસરમાં પરંરાગત કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી ભરાતા સપ્તરાત્રિ મેળોનો કોરોનાના કારણે આ વર્ષે સાદગી પૂર્ણ રીતે પરિસરમાં ભગવાનની રવાડી પ્રગટાવી પ્રારંભ થયો હતો. જેમાં ઉત્સવો અને મેળાનો માહોલ બંધ રાખી પરંપરાગત થતાં રવાડીના દર્શન અને વિધિ યોજાઈ હતી. જેમાં ભગવાનની રવાડીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાટણ શહેરમાં પદ્મનાભ ભગવાનને ગોળ તલ માંથી બનાવેલ રેવડીની પ્રસાદ ધરાવવામાં આવે છે. રાત્રી દરમ્યાન નિરંજન નિરાકાર જ્યોત સ્વરૂપ 4 દિવ્ય રવાડી અહીં નીકળે છે પ્રથમ જ્યોત ગણપતિની નીકળે છે તે જગ્યામાં જ વિરામ પામે છે અને બીજી રવાડી જ્યોત શ્રી પદ્મનાભ ભગવાનની નીકળે છે તે નરસિંહજી મંદિરે આવે છે અને ત્યાં સભાના સ્વરૂપમાં વિરામ પામે છે અને ત્રીજી રવાડી જ્યોત શ્રી હરદેવજીની નીકળે છે એ કુંલડી વાસમાં વિરામ લે છે અને ચોથી રવાડી ભગવાન નકળંગ નીકળે છે તે અગાસીયાવીરે વિરામ પામે છે

આ ચારેય વાડી જ્યોતના દર્શન કરવા હરિભક્તો ઉમટી પડે છે અને આ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્ય બને છે. ગુરુવારે પ્રથમ દિવસે 7 વાગે રવાડી પ્રજજલિત કરી મેળાનો આરંભ કર્યો હતો. જેના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. કાર્તિક પાંચમ સુધી મંદિર પરિસરમાં રાત્રે સાદગી પૂર્ણ દર્શન અર્થે ભક્તોની ભીડ રહેશે.ચકડોળ કે સ્ટોલ ઉભા ન કરાયા હોય મેળો ભરાશે નહીં.

નવયુગલ પીપળના પાનમાં દિવડા કરી ભગવાનની પ્રદક્ષિણા કરે છે
પ્રજાપતિ સમાજના પરિણીત નવયુગલ મેળાના પ્રથમ દિવસે પીપળના પાનમાં દિવડા પ્રગટાવી મંદિર સુધી પહોંચે છે જ્યાં ભગવાનની પ્રદક્ષિણા કરે છે. દંપત્તિઓ રાત્રિના સમયે પદ્મનાભ મંદિરથી ઘર સુધી સાત ફેરા ફરી ભગવાનના આશીર્વાદ મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...