આયોજન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સેવન બટાલીયન એન.સી.સી.બી સર્ટી વાર્ષિક ટ્રેનીંગ કેમ્પનો પ્રારંભ

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોડ, ખો-ખો, વોલીબોલ અને ફૂટબોલ જેવી વિવિધ રમતો યોજાઇ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એન.સી.સી. વિભાગ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સેવન બટાલીયન એન.સી.સી. કેમ્પ મહેસાણા દ્વારા બી સર્ટી વાર્ષિક ટ્રેનીંગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે ગુજરાત સેવન બટાલીયન મહેસાણાના સહયોગથી કમાન્ડીંગ ઓફીસર ગૌરવ શર્માની આગેવાની હેઠળ પાંચ દિવસીય બી સર્ટી વાર્ષિક ટ્રેનીંગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ટ્રેનીંગ કેમ્પમાં યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોના ૨૫૦ એનસીસી કેડેટ્સ તાલીમાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સેવન બટાલીયનના ટ્રેનરો દ્વારા રજીસ્ટ્રેશન થયેલા તાલીમાર્થીઓને હથિયાર ટ્રેઇનીંગ, જીરો પોઇન્ટ બે રાયફલ ટ્રેનીંગ, મેપ ટ્રેનીંગ, ડ્રીપ, લીડરશીપ, તેમજ નેશનલ એન્ટ્રી અને હેલ્થ સેનેટરીને લગતા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. કેમ્પના ત્રીજા દિવસે એનસીસી કેડેટ્સના તાલીમાર્થીઓની વિવિધ સ્પોર્ટ્સ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં એનસીસી કેડેટ્સના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કર્યું હતું જેમાં દોડ, ખો-ખો, વોલીબોલ અને ફૂટબોલ જેવી વિવિધ રમતો યોજાઇ હતી. તો સાથે સાથે તાર્ટીમાર્થીઓને રાયફલ અને હથીયારની પણ ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ કેમ્પમાં એડમ ઓફીસર લેફટેન્ડન કર્નર પ્રભાત કોહલી, સુબેદાર મેજર, નેકરામ, નોન કમીસ્નર ઓફીસર ડો. જય ત્રિવેદી ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...