તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Commencement Of 2020 Undergraduate And Postgraduate Online Examinations Postponed By Hemchandracharya North Gujarat University Due To Corona Epidemic

પરીક્ષા:કોરોના મહામારીનાં કારણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્થગિત કરાયેલી 2020ની સ્નાતક અનુસ્નાતક કક્ષાની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી સંલગ્ન-05 જિલ્લાની કોલેજોમાં 95 હજાર વિધાર્થીઓએ ઓનલાઇન પરિક્ષા સાથે જોડાયા

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંગળવારથી ઓકટોબર ડિસેમ્બર 2020માં સ્થગિત કરાયેલી અને બાકી રહેલી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની 17 જેટલી પરિક્ષા ઓનો ઓનલાઇન માધ્યમથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીનાં સમયમાં સંક્રમણની વધતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચના અનુસાર કોલેજ કક્ષાની ઓકટોબર અને ડિસેમ્બર માસમાં લેવાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.

તાજેતરમાં કોરોના સંક્રમણ નિયંત્રિત થતાં સ્થગિત કરાયેલી અને બાકી રહેલી પરીક્ષાઓ ઓનલાઇન લેવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જે અનુસંધાને પાટણ યુનિવર્સિટી સંલગ્ન-05 જિલ્લાની કોલેજોમાં સોમવારથી ઓકટોબર-ડિસેમ્બરની સ્થગિત કરાયેલી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પ્રથમ તબકકાની ઓનલાઇન પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રારંભ કરાયેલી સ્નાતક કક્ષાની પરિક્ષાઓમા બીએસસી, બી.કોમ, બી.બી.એ, બી.આર.એસ.એમ-01 અને અનુસ્નાતક કક્ષાની પરિક્ષાઓમાં બી.એડ, એમ.એસ.સી, આર્કીટેકચર, બી.એ.બી.એડ, પી.જી.ડી.સી.વાય.એડ. સેમ-01 અને બી.એસ.સી.બી.એ. સેમ-05ની પ્રથમ તબકકાની પરીક્ષાઓ શરુ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પરિક્ષામાં અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓ ઓન લાઇન પરીક્ષામાં જોડાયા છે.

પીજી કક્ષાના પ્રથમ તબકકાના અભ્યાસક્રમની ઓનલાઇન પરીક્ષામાં 25 હજાર વિદ્યાર્થીઓ મળી કુલ યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોમાં 95 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા સાથે જોડાયા છે. પ્રથમ તબકકામાં શરુ થયેલ ઓનલાઇન પરીક્ષામાં કોઇપણ જાતની ટેકનીકલ ખામી કે ક્ષતી સર્જાઇ ન હોવાનું યુનિવર્સિટીનાં પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું.

આગામી 19મી જૂનથી બીજા તબકકાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની 25 પરીક્ષાઓ ઓનલાઇન યોજાશે અને આ પરિક્ષા માં વિધાર્થીઓને પરીક્ષાના સમયે ઓનલાઇન લોગીન થવાનું રહેશે અને અન્ય પરીક્ષાના સમયે લોગીન થશે તો તેવા વિધાર્થીઓને આગામી પેપરના સમયે લોગીન થવામાં મુશ્કેલીઓ આવી શકશે જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવા અનુરોધ કર્યો છે. તો સ્થગિત કરાયેલી અને બાકી રહેલી ઓનલાઇન પરીક્ષાઓના પરીણામો ઝડપથી મળી રહે તેવી યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનુ પણ પરિક્ષા નિયામકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...