• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Commemoration Program Was Held On The Occasion Of Death Anniversary Of Chanasma Leader Amathabhai Desai, Distribution Of 3 Tricycles To The Disabled

સ્મરણાંજલિ કાર્યક્રમ:ચાણસ્માના અગ્રણી અમથાભાઇ દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો, દિવ્યાંગોને 3 ટ્રાઇસિકલનું વિતરણ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદાર નેતા અમથાભાઇ દેસાઈની સ્મૃતિમાં તૈયાર કરાયેલા કેલેન્ડરનું વિમોચન
  • 21મી સદીમાં શિક્ષણનાં મંદિરો ઊભા કરવાની જરૂર : લાખાભાઇ ભરવાડ

ચાણસ્માના રચનાત્મક અગ્રણી સ્વ. અમથાભાઇ જોરાભાઈ દેસાઈની 12મી પુણ્યતિથિ નિમિત્તે શનિવારે ગાંધી આશ્રમ ઝિલિયાના સ્થાપક માલજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અમથાભાઇ દેસાઈની સ્મૃતિમાં ખાસ તૈયાર કરાયેલા કેલેન્ડરનું વિમોચન તેમજ દિવ્યાંગોને 3 ટ્રાયસિકલનું વિતરણ ગોગા મહારાજ પરિવારના એડ્વોકેટ મહેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરાયું હતું.

સ્મરણાંજલિ સમારંભમાં વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું કે, 21મી સદી જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. ગામે ગામ આપણે મંદિરોમાં ધર્મની ધજા ચડાવીએ છીએ, ત્યારે 21મી સદીની દેવી વિદ્યાની દેવી સરસ્વતી છે, તેમના મંદિરોએ પણ ધજા ચઢાવવાની જરૂર છે.

21મી સદીમાં શિક્ષણનાં મંદિરો ઊભા કરીશું તો સમાજમાં આઈએએસ, આઈપીએસ જેવા અધિકારીઓ પેદા થશે જેનો લાભ સમગ્ર સમાજ અને રાષ્ટ્રને મળશે. જાણીતા કેળવણીકાર મનુભાઈ પટેલ, લેખક મણિલાલ પટેલ, ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કેળવણીકાર માલજીભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ અમથાભાઈ માત્ર માલધારી સમાજ નહીં સર્વ સમાજના આગેવાન હતા તેમ જણાવી ઉમેર્યું હતું કે, તેમણે સમાજ સેવા થકી મેળવેલી લોકચાહના આજે પણ લોક હૃદયમાં જીવંત છે. તેમના સંસ્કારોનો વારસો પુત્ર મહેન્દ્રભાઈ અને પૌત્ર હિતેન્દ્રભાઇ અને પરેશભાઈએ પણ જાળવી રાખ્યો છે. આ પ્રસંગે અગ્રણી બળદેવભાઈ લુણી, કાનજીભાઇ દેસાઇ, ગોવિંદભાઈ રબારી, મોતીલાલ દેસાઈ મુંબઈ, સાગર રાયકા, ભુવાજી શાહરભાઇ દેસાઇ સહિત આગેવાનોએ હાજરી આપી હતી. પ્રારંભમાં મહેન્દ્રભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન અને ઉમેશભાઇ પટેલે આભારવિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...