બે ટ્રક વચ્ચે અકસ્માત:સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે બે આઈસર ટ્રક વચ્ચે ટક્કર, ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેળા ભરીને આવી રહેલું આઇસર પલટી મારતાં ભારે નુકસાન થયું

પાટણ જિલ્લામાં સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે વહેલી સવારે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આણંદ તરફથી આવી રહેલા કેળા ભરેલા આઇસર ચાલકે ખડી ચાર રસ્તા પાસે બ્રેક મારતાં પાછળથી પૂર ઝડપે આવી રહેલા આઈસર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બંને ગાડીઓને ભારે નુકસાન થયું હતું. આઇસર ચાલકોને નાની મોટી ઇજાઓ થતાં સિદ્ધપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં કેળા ભરીને આવી રહેલું આઇસર પલટી મારતાં ભારે નુકસાન થયું હતું. તેમજ પાછળથી ટક્કર મારેલા આઈસર ટ્રક રોડની રોંગ સાઈડ જતું રહ્યું હતું અને ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માતના પગલે કેળા ભરીને આવી રહેલા આઇસર ચાલકને ભારે નુકસાન થતાં સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...