અકસ્માત:પાટણના અઘાર વામૈયા માર્ગ પર બાઈક અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર, બાઈક ચાલક સહિત મુસાફરોને ઈજા

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના હાઇવે માર્ગો પર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે વધું એક માર્ગ અકસ્માતનો બનાવ આજે અધાર વામૈયા રોડ પર બન્યો હતો. જેમાં રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક સહિત રિક્ષામાં બેઠેલા કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ નજીક આવેલા અઘાર વામૈયા માર્ગ પરથી બુધવારના રોજ બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક તેમજ રિક્ષામાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. અઘાર વામૈયા માર્ગ પર બનેલા આ અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, આ આકસ્માતની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...