પાટણ જિલ્લાના ચાણસ્મા ગાંગેટ પાસે ચાણસ્માથી ઊંઝા જતી એક બસચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કંડકટર સહિત સાતમ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે રવિવારે ગાંગેટ-જીતોડ હાઇવે ચાણસ્માથી ઊંઝા જતી બસના ચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે ટકરાઈ હતી .જેના કારણે બસમાં સવાર 7 મુસાફરો સહિત બસ ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતમાં ઇજા થયેલ તમામ પેસેન્જરોને 108 મારફતે પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બસ ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ચાણસ્માથી ઊંઝા લઈને જતા બસ ડ્રાઇવરેને ચક્કર આવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી જેના કારણે બસ ડ્રાઇવર સ્ટેરીગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હતો જેના કારણે નીકળી ના શકતા બસની સીટ કાપી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં બસ ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં ઈજાગ્રસ્તોની યાદી
ભરત ભાઈ રાજપૂત (કંડક્ટર) મહેશજી ઠાકોર વાલીબેન ઠાકોર ગીતાબેન રાહુલભાઈ રાવળ રતિલાલ પટેલ જોશના બેન પંચોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.