તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજો રી-ઓપન:કોરોના મહામારી બાદ આજે પાટણમાં ફરીથી કોલેજો વિદ્યાર્થીઓના આગમનથી ધબકતી થઇ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણની કોલેજોમાં પ્રથમ વર્ષના 2000 જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર રહ્યા

કોરોના મહામારીને કારણે ગુજરાતભરમાં લોકડાઉન લાદવામાં આવેલું. તેવા સમયે રાજ્યની તમામ કોલેજ પણ લોક કરી દેવામાં આવી હતી. ત્યારે આજે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ પાટણમાં કોલેજોને ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કોલેજના વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અપનાવીને અભ્યાસક્રમને આગળ વધાર્યો હતો. અત્યારે રાજ્યભરમાં કોરોનાનો કહેર પણ જાણે લોક થવા જઇ રહ્યો હોય તેમ જણાય છે. જેના પરિણામે રાજ્ય સરકારે કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ શિક્ષણને પાછુ ઓફલાઈન મોડમાં શરૂ કરવા માટે આદેશ આપી દીધા છે. ત્યારે પાટણ જિલ્લાની આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજે પોતાના દ્વાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ખોલી દીધા છે. લગભગ 1 વર્ષ બાદ કોલેજો ખુલતા કેમ્પસ ફરીથી વિદ્યાર્થીઓનો કોલાહલથી ઝૂમી ઉઠ્યું હતું.

પાટણની આર્ટસ કોલેજના પ્રિન્સિપલ લલિત પટેલે જણાવ્યું કે, તેમણે પ્રથમ 2 દિવસ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેના સાથો સાથ આ દિવસોમાં પ્રથમ વર્ષના 2000 જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર રહ્યા હતા. જ્યારે આજે લગભગ 40 ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા છે.

કોલેજો ખુલતા વિદ્યાર્થીઓ હરખાયા કોલેજો ખૂલતા વિદ્યાર્થીઓએ પણ તેમના અનુભવો જણાવતા કહ્યુ હતું કે, તેઓ આજે ઘણા વર્ષો બાદ કોલેજ આવ્યા હોય તેમ લાગે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ કોલેજો રાબેતા મુજબ શરૂ થઇ તેના ઉપર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો