તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:પાટણના સાતલપુરમાં સગીરા પર થયેલા ગેંગરેપની ઘટનાની તપાસ બીજા અધિકારીને સોંપવા કલેકટર કચેરીએ રજુઆત કરાઇ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આહીર સમાજના આગેવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી         - Divya Bhaskar
આહીર સમાજના આગેવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી        
 • આરોપીઓ અને તપાસ કરતા અધિકારી એક જ જ્ઞાતિના હોવાથી માંગ કરાઇ

પાટણના સાતલપુરમા સગીરા પર થયેલા ગેંગરેપની ઘટનાની તપાસ બીજા અધિકારીને સોંપવામાં આવે તેમજ તટસ્થ એજન્સી દ્વારા આ તપાસ કરાવવા માટે ચોરાડ આહીર સમાજના આગેવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

તાજેતરમાં સાંતલપુર ખાતે સગીરા પર થયેલા ગેંગરેપની ઘટનાનો ગુનો સાંતલપુર પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ પી.આઈ એ.પી સોલંકી કરી રહ્યા છે આ ગુનાના ત્રણેય આરોપીઓ પોલીસ સમક્ષ હાજર કરાયા હતા. આ ગુનાના બે આરોપી અને તપાસ કરતા અધિકારી એક જ જ્ઞાતિના છે. તેમજ તપાસ અધિકારી મહેસાણા જિલ્લાના કાલરી ગામના વતની છે. અને બંને આરોપીઓને પણ કાલરી ગામે સગા છે.

ત્યારે આ ગુનાની તપાસ બીજા અધિકારીને સોંપવામાં આવે તેમજ તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી મંગળવારે પાટણ કલેકટર કચેરી ખાતે ચોરાડ આહિર સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ કેસ ફાસ્ટેક કોર્ટમાં ચાલે તેવી માગણી કરવામાં આવી છે. આ કેસની તટસ્થ નહીં થાય તો આહિર સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો