તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેક્ટરે બેઠક કરી:સિદ્ધપુરમાં યુવાનોએ આપેલી ભૂખ હડતાળની ચીમકી સામે કલેક્ટરે ખાત્રી આપતા કાર્યક્રમ મુલતવી રખાયો

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનની સારવાર માટે 200 બેડની હોસ્પિટલ તેમજ રોટરી ક્લબ દ્વારા આપેલા વેન્ટિલેટર તાત્કાલિક ચાલુ કરવા માંગ કરાઇ હતી

સિદ્ધપુર શહેરમાં જનસેવા એ પ્રભુસેવા મિત્ર મંડળ દ્વારા કોરોનની સારવાર માટે 200 બેડની હોસ્પિટલ ચાલુ કરવા તેમજ રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર તાત્કાલિક ચાલુ કરવા જેવી માંગોને લઈ સિદ્ધપુરના સમાજ સેવક યુવાનો દ્વારા સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી તેમની માંગણી નહીં સંતોષાય તો આગામી તા. એક મેથી મામલતદાર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. જોકે, આજે આ ચીમકીને લઈ પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે યુવાનો સાથે બેઠક યોજી હતી.

જેમાં પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા હાલમાં ઓક્સિજનના અભાવે તેમની માંગણીઓનું ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવાની ખાત્રી આપતા અંતે હાલમાં આ ભૂખ હડતાલનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે અને જો આવનારા સમયમા આં માંગો જો પુરી નહીં થાય તો ફરે વધારે તાકાત સાથે ગાંધી ચિધ્યા રસ્તે આંદોલન કરવામાં આવશે તેમ સેવા એ પ્રભુસેવા ના યુવાન પરેશ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો