ભક્તિ:શંખેશ્વરમાં 108 ભક્તિ વિહારમાં આદી ઘંટાકર્ણ ભક્તિ મંડળ દ્વારા સામુહિક 1008 અઠ્ઠમ તપની આરાધના

શંખેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વરમાં અઠ્ઠમ તપ દરમ્યાન વિવિધ સંસ્થાઓમાં પણ અઠ્ઠમ તપની આરાધના અને જિનાલયોને સજા વ્યા હતા. - Divya Bhaskar
શંખેશ્વરમાં અઠ્ઠમ તપ દરમ્યાન વિવિધ સંસ્થાઓમાં પણ અઠ્ઠમ તપની આરાધના અને જિનાલયોને સજા વ્યા હતા.
  • સામૂહિક પંદશો અઠ્ઠમ તપની આરાધના 300થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાઈ

જૈનો માટે પોષ દશમીના અઠ્ઠમ તપની આરાધનાનું અનેરૂ મહત્વ હોય છે ત્યારે શંખેશ્વર 108 ભક્તિ વિહારમાં આદી ઘંટાકર્ણ ભક્તિ મંડળ દ્વારા સામુહિક 1008 અઠ્ઠમ તપની આરાધના યોજાઈ હતી. શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં અને ભક્તિ પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં પ્રભુ પાર્શ્વનાથ દાદાના પોષ દસમીના પાવન અવસરે સામૂહિક પંદશો અઠ્ઠમ તપની આરાધના 300થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં યોજાયેલ હતી. શંખેશ્વર તીર્થમાં અઠ્ઠમ તપ દરમ્યાન વિવિધ સંસ્થાઓમાં પણ અઠ્ઠમ તપની આરાધના અને જિનાલયોને પણ સુંદર સજા વ્યા હતા.

આ અઠ્ઠમ તપ દરમ્યાન સામુહિક નવકાર જાપ અનુષ્ઠાન, પાર્શ્વ-પદ્મવતી મહાપૂજન, શંખેશ્વર વધામણાં, અષાઢી ભક્તિ સ્ક્રતવ અભિષેક, સામુહિક કુમારપાળ આરતી, મને વેષ શ્રમણનો મલજો રે, મહાપૂજા, દિવા રોશની, વિવિધ રંગોળીઓ, સામુહિક અઠ્ઠમતપના પારણાં સહિતના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકોએ અઠ્ઠમતપની આરાધના કરી હતી.

108 ભક્તિ વિહારના ખાતે બિરાજમાન જ્યોતિષાચાર્ય ડો આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પ્રવચન પ્રભાવક આ.શ્રી શીલરત્નસૂરીશ્વરજી મ.સા આદિઠાણાની પાવનકારી નિશ્રામાં સામુહિક પાંદશો ભાવિકોએ અઠ્ઠમ તપની આરાધના પૂર્ણ કરી હતી. આ અઠ્ઠમ તપના આયોજક પરિવાર શ્રી આદી ઘંટાકર્ણ ભક્તિ મંડળ-મુંબઇ દ્વારા 108 ભક્તિ વિહારમાં સામુહિક અઠ્ઠમ તપની આરાધના કરવામાં આવેલ હતી.આ પ્રસંગે મુંબઈ, હૈદરાબાદ,અમદાવાદ, રાજસ્થાન, બેંગ્લોર, કચ્છ, ચેન્નઈ, પંજાબ સહિતથી ભાવિક ભક્તો ઉપસ્થિત રહી અઠ્ઠમતપની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...