બેદરકારી:યુનિ.ની Phdની પરીક્ષા રદ છતાં કોલલેટર નીકળતા રહ્યા

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે 15 ઉમેદવારો ધક્કો ખાઈ પરત જવું પડ્યું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પીએચડીમાં પ્રવેશ માટેની પરીક્ષા 22 નવેમ્બરે લેવાની જાહેરાત બાદ પરીક્ષાના બે દિવસ પૂર્વે જ ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારો સુધી મોકુફ રાખવાનો મેસેજ ના પહોંચતા પ્રથમ દિવસે પણ 30 જેટલા ઉમેદવારો ધક્કો ખાઈને પરત ગયા બાદ બુધવારે ફરી બીજા દિવસે પણ 15 જેટલા ઉમેદવારો યુનિવર્સિટીમાં રાજ્યભરમાંથી પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા.

ઉમેદવારોએ યુનિવર્સિટી સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે યુનિવર્સિટી પરીક્ષા રદ કરી હોય તો કોલ લેટર નીકળવાના પણ સ્થગિત કરી દેવા જોઈએ પરંતુ ગતરોજ સાંજે અમે કોલ લેટર ડાઉનલોડ કરીને લીધો છ. મતલબ અમને એમકે પરીક્ષા હશે એટલે આપવા આવ્યા હતા આવી બેદરકારી રાખવતા અમારે ઉમેદવારોને હેરાન થવું પડ્યું છે. કોલ લેટર ડાઉનલોડ મામલે રજિસ્ટ્રારને પૂછતા તેમને કોલ લેટર ડાઉનલોડ બંધ થાય માટે સૂચના આપી દીધી હોવાનુ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...