'આભડછેટ મુક્ત ભારત' અભિયાન અંતર્ગત દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી ખાતે સમાનતાના સિક્કાનું અનાવરણનો કાર્યક્રમ પાટણમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ 18 જિલ્લાના તથા રાજ્યસ્થાન અને મહારાષ્ટ સહિતના રાજ્યના લોકોએ હાજરી આપી હતી. લોકોએ આ કાર્યક્રમમાં જોડાઈ આભડછેટ નાબુદી અભિયાનમાં ટેકો અને સમર્થન આપ્યું હતું.
આ સિક્કાનું આજે નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો, દલિત ફાઉન્ડેશનના કાર્યકરો અને બહેનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. સમાનતાના સિક્કાનું અનાવરણ અને સાથે દાનમાં મળેલ રુ 1. 11 લાખના સિક્કાને પણ ખુલ્લા મુકવામાં આવ્યાં હતા.
આ તકે નવસર્જન ટ્રસ્ટના સ્થાપક માર્ટિન મેકવાન દ્વારા સિક્કાની માહિતી આપવામાં આવી હતી. દેશના જૂદા જૂદા સ્થળઓ કે જ્યાં આભડછેટ વિરુદ્ધ આંદોલન કે કામગીરી થયેલ છે. ત્યાં સિક્કો આપવામાં આવશે. અને બાદમાં રાષ્ટ્રપતિને રૂબરૂ સંસદ સભ્યો સાથે મળી સંસદમાં મુકવા માટે આપવમાં આવશે. સૌ પ્રથમ મહાડમાં ચૌદા તળાવ ખાતે અપાશે. ગુજરાતમાં વડોદરા સંકલ્પ ભૂમિ અને પાટણ વિર મેઘમાયાના બલિદાન સહીત દેશના 17 સ્થળોએ સિક્કો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી 150થી વધારે લોકો જોડાયા તેવું નરેન્દ્રભાઇ એમ પરમારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.