કોચિંગ ક્લાસનો શુભારંભ:પાટણ પ્રજાપતિ છાત્રાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાહત દરે કોચિંગ ક્લાસનો શુભારંભ કરાયો

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોચિંગ ક્લાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિધાર્થીઓ માટે આશિર્વાદ રૂપ બનશે

ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના સહયોગથી પાટણ સ્થિત પ્રજાપતિ છાત્રાલય ખાતે સમાજના યુવાનો અને યુવતીઓ માટે ટોકન ફીથી સ્પર્ધાત્મક પરિક્ષા માટેના તાલીમ વર્ગનો રવીવારથી આરંભ કરવામાં આવ્યો હતો.

આ તાલીમ વર્ગનાં પ્રારંભ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉત્તર ગુજરાત ના પ્રભારી સૂર્યકાન્તભાઇ પ્રજાપતિ, સંસ્થાના મંત્રી રઘુભાઇ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ, સહમંત્રી પ્રમોદભાઇ, ખજાનચી શિવાભાઇ, ગૃહપતિ ભીખાભાઇ, ડૉ.બાબુભાઇ, મનજીભાઇ, દલસુખભાઇ, નીરૂભાઇ,નટુભાઈ,જયંતિભાઇ,હરેશભાઇ, રોહિતભાઇ, ગોવિંદભાઈ, હેતલબેન વગેરે સમાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સૂર્યકાન્તભાઇનુ સમાજ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનુ સંચાલન સોહનભાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણના તેમજ આજુબાજુના 70 જેટલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. ટુ કોચિંગ ક્લાસના સંચાલક કૌશિકભાઇ પ્રજાપતિએ તાલીમવર્ગ વિષે વિગતવાર માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...