આંદોલનનાં એંધાણ:માલધારી સમાજના અગ્રણીઓને મુખ્યમંત્રીએ આપેલી મુદત પૂરી થઇ, રાધનપુરના ધારાસભ્યે સરકારને ચીમકી આપતો વીડિયો જાહેર કર્યો

પાટણ22 દિવસ પહેલા
  • આગામી 8મીએ માલધારી પંચાયતની બેઠક, ઝાંક ખાતે માલધારીઓ ભેગા થઇ રણનીતિ ઘડશે
  • મુખ્યમંત્રીએ ઢોર નિયંત્રણ બિલ મુદ્દે 15 દિવસમાં ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી

ગુજરાત સરકાર માર્ચ, 2022ની વિધાનસભામાં રસ્તે રખડતા પશુઓના માટે એક ખરડો લાવી હતી અને રાતે એક વાગે વિધાનસભામાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જો કે પશુ સુધારણા વિધેયકને લઈ વિપક્ષ કોંગ્રેસ તેમજ રાજ્યના માલધારી સમાજમાં વિરોધ ઊભો થયો હતો અને રાજ્ય વ્યાપી ધરણાં પ્રદર્શનના કાર્યક્રમો માલધારી મહાપંચાયતના રઘુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ થયા હતા. જેમાં રઘુભાઈની અમદાવાદ પોલીસે ધરપકડ પણ કરી હતી

આ કાળા કાયદો સત્તાધારી પક્ષ માટે ઘાતક સાબિત થતો હોય તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ કાયદો પરત લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. બીજી બાજુ માલધારી મહાપંચાયતના આગેવાનો તેમજ માલધારી સમાજના અગ્રણીઓએ રાજ્યના સીએમ સાથે બેઠક કરી હતી અને 15 દિવસમાં જવાબ માંગ્યો હતો આજે તેની મુદત પૂરી થઈ છે. ત્યારે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નહિ મળતાં રાધનપુરના ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના રઘુભાઈ દેસાઈએ સરકારને ચીમકી આપતો વીડિયો જાહેર કરતાં સરકાર અને પશુઓની સમસ્યા પર રાજકારણીઓ રાજકારણ કરશે પરંતુ પ્રજાની સુરક્ષાનું શું એ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

રઘુભાઈ દેસાઈએ વીડિયોમાં જણાવ્યું છે કે આગામી 8મી તારીખે ઝાંક મંદિરે માલધારી મહાપંચાયત અને માલધારી સમાજના લોકો એકત્ર થઈ આગળની રણનીતિ નક્કી કરશે. ગુજરાત સરકાર પશુ સુધારણા વીધેયક બાબતે સ્પષ્ટતા કરતી નથી. એટલે બધાએ ભેગા મળી ખૂબ તાકાતથી લડાઈ લડવાની છે. હજુ ગાંધીચીંધ્યા માર્ગે અહિંસક રીતે આંદોલન ચાલું રાખવાનું છે.

અન્ય સમાચારો પણ છે...