તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • CM Said: Chancellor Or Any Leader, The Guilty Will Not Be Released, VC's Answer: I Am Innocent, So I Handed Over The Investigation Of The Scam.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:CM બોલ્યા : કુલપતિ હોય કે કોઈ નેતા, દોષીને છોડાશે નહીં, વીસીનો જવાબ : હું નિર્દોષ, એટલે કૌભાંડની તપાસ સોંપી

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
છઠ્ઠા દિવસે એનએસયુઆઈનો વિરોધ યથાવત્ - Divya Bhaskar
છઠ્ઠા દિવસે એનએસયુઆઈનો વિરોધ યથાવત્
 • કૌભાંડ મામલે ગૃહ વિભાગે તપાસ શરૂ કરી, કુલપતિ સહીત રજીસ્ટ્રારની પુછપરછ
 • ઉ. ગુ.યુનિ.માં MBBS ગુણ સુધારણા કૌભાંડ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મુ્દે ચાણસ્માના વડાવલી આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ કૌભાંડ મુદ્દે કુલપતિ હોય કે નેતા કોઈને છોડાશે નહી, આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે, જ્યારે સામે કુલપતિ ર્ડા. જે.જે. વોરાએ કહ્યું હતું કે હું નિર્દોષ છું એટલે જ આ કૌભાંડ મામલે તપાસ સોંપી છે. જ્યારે સામે આ કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી સંગઠને કુલપતિના રાજીનામાની માંગ સાથે છેલ્લા છ દિવસથી મોરચો માંડી દેખાવો કરી રહ્યું છે.

ચાણસ્માના વડાવલી ખાતે સુજલામ સુફલામ જળસંચય રાજ્યવ્યાપી કાર્યક્રમનો આરંભ માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ યુનિવર્સિટીના એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલે પત્રકારોને જણાવ્યું હતું કે આ મામલે સરકાર ગંભીર છે. આ બાબતે નિષ્પક્ષ તપાસ થાય માટે ગૃહ વિભાગના પંકજ કુમારને તપાસ કરી રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે.જેને આ કાર્ય કર્યું હશે તે કુલપતિ, સેનેટ સભ્ય કે પછી ભલે કોઈ રાજકીય પક્ષના નેતા હોય કોઈને છોડવામાં આવશે નહીં. કાર્યવાહી થશે.

જો કે આ બાબતે કુલપતિએ કહ્યું હતું કે સરકારે ઉચ્ચ કક્ષાએ આ બાબતની તપાસ સોંપી છે. અને સત્ય બહાર આવશે.મારી આમાં કોઈ સંડોવણી નથી. એટલે મેં જ તપાસ સોંપી છે. રાજીનામુ ક્યારે આપું કે જ્યારે હું દોષિત હોય, હું તો દોષિત નથી.તો સામે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી દ્વારા રાજીનામુ નહીં આપો તો કુલપતિનો કાર્યભાર સંભાળવવા દેવામાં આવશે નહીં અને જ્યાં સુધી રાજીનામુ નહીં આપો ત્યાં સુધી આક્રમક વિરોધ કરાશે તેવી ચીમકી આપી હતી.

તપાસ અધિકારી સી.એમ અને શિક્ષણમંત્રીને મળ્યા
યુનિવર્સિટીના એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ મામલે તપાસકર્તા ઇસી સભ્ય હરેશ ચૌધરી દ્વારા મામલો દબાઈ ન જાય અને ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોઈ જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય માટે તપાસ અધિકારી અને સરકારના પ્રતિનિધિ ઇસી સભ્ય હરેશ ચૌધરી દ્વારા શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી બન્નેને રૂબરૂ મળી સમગ્ર કૌભાંડ અંગે તપાસમાં ગેરીરીતી થઇ હોવાનું ધ્યાન દોરી કાર્યવાહી થાય માટે અપીલ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો