CM ભૂપેન્દ્ર પટેલનું બાળપણ:CM ભૂપેન્દ્ર પટેલના પિતા પાટણ પોલિટેકનિકમાં પ્રિન્સિપાલ હતા, પાટણમાં પિતા પાસે રહી ચૂક્યા છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ માટે અજાણ્યા નથી, કારણકે તેમના પિતા પાટણ ખાતે પોલિટેક્નિક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે રહી ચૂક્યા હતા. અને તેના લીધે ભૂપેન્દ્રભાઈ પટેલની અવરજવર પણ પાટણમાં રહેતી હતી. તેમના લગ્ન મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામે થયેલા છે. એટલે પાટણ અને મહેસાણા જિલ્લા સાથે નાતો ધરાવે છે. તેનો ફાયદો પાટણને થશે તેમ તેમના મિત્રએ જણાવ્યું હતું. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે શપથ ગ્રહણ કર્યા આ સમયે પાટણ જિલ્લાના ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ નગરપતિ હેમંત ભાઈ તન્ના, પાલિકા કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, પૂર્વ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ ઠાકર તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગાંધીનગરના નિરીક્ષક મોહનભાઈ પટેલે પણ CM ભૂપેન્દ્ર પટેલ તેમને શુભેચ્છા મુલાકાત લીધી હતી.નવા મુખ્યમંત્રી પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના હોવાથી પાટણને સવિશેષ લાભ મળશે. અગાઉના મુખ્યમંત્રી દ્વારા પણ શહેરના કામો અને વિકાસ યોજના ઝડપથી મંજૂર કરાવી હતી.

તેમ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અમદાવાદ પોલીટેકનીક કોલેજના સહપાઠી મિત્ર લાંઘણજ ગામના વતની પ્રવિણભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈ ના પિતા આર સી પટેલ અમદાવાદ ખાતે પોલિટેકનિક કોલેજમાં ડીપાર્ટમેન્ટ હેડ તરીકે હતા. ત્યાંથી તેમની બદલી પાટણ ખાતે પોલિટેકનિક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે થઈ હતી, ત્યાં બે-ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. પિતાના પાટણ ખાતેના રહેણાંકના લીધે ભૂપેન્દ્રભાઈને અવારનવાર પાટણ આવવા-જવાનું થતું હતું. મહેસાણા જિલ્લા લાંઘણજ ગામના પ્રવિણભાઈ પંડ્યાએ જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈના લગ્ન લાંઘણજ ગામ થયેલા છે.

અન્ય સમાચારો પણ છે...