વાતાવરણમાં પલટો:પાટણ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું, ખેડૂતો ચિંતામાં મુકાયા

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારથી પાટણ, હારીજ, સમી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ
  • જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર
  • પાકની અંદર મેલો, માછી, ઈયળ સહિતના રોગચાળાની ભીતિ

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા આજે બુધવારે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી પાટણ, હારીજ, સમી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જેના કારણે વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. નોંધનીય છે કે જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિત રવિ પાકની અંદર મેલો, માછી, ઈયળ સહિતના રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...