કમોસમી વરસાદ:5 અને 6 જાન્યુ.એ ઉ.ગુ.માં વાદળછાયા વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીરુ,રાઈ,ચણા, શાકભાજીના પાકોમાં રોગ-જીવાતનો ખતરો

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 5 અને 6 જાન્યુઆરીએ વાદળછાયા વાતાવરણ સાથે હળવો કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે.ત્યારે વરસાદ થાય તો જીરુ, રાઈ, ચણા, શાકભાજી અને વરિયાળીના પાકમાં રોગ જીવાતનો ખતરો ઉભો થવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમા ખેતરમા ઉભા પાક જેવા કે દિવેલા , કપાસ, રાઇ, વરિયાળી, જીરૂ ચણા , શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમા જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. જેમાં વિણી કરેલા શાકભાજી કે કાપણી કરેલ પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી,કપાસમાં વિણી બાકી હોય તો કરી લેવી અને કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન કે સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા ખેતીવાડી તંત્ર દ્વારા નિર્દેશ કરાયો છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે રાઇ, ઘઉં ચણા જીરું દિવેલા શાકભાજી વગેરે પાકમાં ઊભા પાકોમા પિયત ટાળવુ જોઈએ,ખેતરમાં રહેલા ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળ, પાકો કે શાકભાજી ઉતારીને બજારમા સુરક્ષિત રીતે જ પહોંચાડવા જોઈએ, પાકમાં જીવાતનો ઉપદ્રવ થાય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો, જીરૂ , ચણા, રાઇ , શાકભાજી, દિવેલા સહિત કોઇ પાકમા જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવુ અને જિવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ તેવું ખેતીવાડી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...