પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ:પાટણ તાલુકાના કુણઘેર ગામે ખાસ અંગભુત યોજના અંતર્ગત મંજૂર થયેલા બોરનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 33 લાખના ખર્ચે નવીન બોર બનાવવાની રજૂઆતના પગલે બોર મંજૂર કરાયો
  • નવીન બોર બનતાં ઉનાળામાં ગ્રામજનોને પાણીની મુશ્કેલી ભોગવવી નહીં પડે : કિરીટ પટેલ

પાટણ તાલુકાના કુણધેર ગામે ખાસ અંગભુત યોજના અંતર્ગત રૂ. ૩૩ લાખના ખર્ચે નવીન બોર બનાવવાની ગ્રામજનોની રજૂઆતના પગલે બોર મંજૂર કરવામાં આવતાં આજે શુક્રવારના રોજ આ બોરનું ખાતમુહૂર્ત પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિતના લોકોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોને ભોગવવી પડતી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવેલા બોરના કારણે ઉનાળામાં પાણી માટે ઉભી થતી સમસ્યાનું નિરાકરણ આવશે.

આ બોરના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, નરેશભાઈ પરમાર ચેરમેન. સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટણ, સરપંચ કાન્તિભાઈ પટેલ, કુણઘેર ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીરીશભાઈ પરમાર, વિરેશભાઈ વ્યાસ, પૂર્વ મંત્રી-પાટણ જિલ્લા ભાજપ, લક્ષ્મણસિંહ પરમાર-પૂર્વ વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત પાટણ, ગામના અગ્રણી કમલેશભાઈ શેઠ, સાગરભાઈ દેસાઈ તથા તાલુકા સદસ્યો, તલાટી વિનોદભાઈ પટેલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...