તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાથમિક શાળાની શરૂઆત:પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગોનો આજથી પ્રારંભ

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ જિલ્લામાં ગુરુવારથી સરકારની સૂચના બાદ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગોનો પ્રારંભ કરવામા આવ્યો હતો. પ્રથમ દિવસે જિલ્લામાં 53850 પૈકી 18698 બાળકો હાજર રહ્યા હતા.

પાટણ જિલ્લામાં ગુરુવારથી સરકારની સૂચના બાદ સરકારી અને ખાનગી શાળાઓ શરૂ થતા વાલીઓની સમંતિ સાથે આવેલા બાળકોને શિક્ષકો દ્વારા પુષ્પો સાથે ભાવભર્યું સ્વાગત કરી પ્રવેશ આપવામા આવ્યો હતો. પ્રથમ દિવસ હોઈ જિલ્લામાં 30 % બાળકો શાળાએ આવ્યા હતા.

પાટણ જિલ્લામાં ધોરણ 6 થી 8 ની સરકારી ખાનગી શાળાઓમાં લોકડાઉન બાદ સુમસામ જોવા મળતી શાળાઓમાં ફરી બાળકોનું શિક્ષકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળાએ આવેલા તમામ વિદ્યાર્થીઓના હાથ સૅનેટાઇઝ કરાયા હતા અને ફરજિયાત માસ્ક પહેરાવી બાદમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે બાળકોને વર્ગખંડોમાં બેસાડી શિક્ષણકાર્ય કરાવવામા આવ્યું હતુ.શાળામાં આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગની સૂચના મુજબ ફરજીયાત વાલીઓની લેખિતમાં સમંતિ પત્ર બાદ જ બાળકોને શાળામાં શિક્ષકકાર્ય કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળામાં ધોરણ 1 થી 5 બાળકોનું હાલમાં શિક્ષણકાર્ય બંધ હોઈ શાળાઓમાં સંખ્યા ઓછી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો