કાંકરેજ તાલુકાના પાદરડી ગામે ખેતરમાંથી નીલગાય કાઢવા તેમજ અપશબ્દો બોલવાના મુદ્દે એકજ સમાજના બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સામસામે 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કાંકરેજ તાલુકાના પાદરડી ગામના મનુજી ઠાકોર ખેતરમાં પાણી વાળતા હતા. તે સમયે નીલગાયોને ખેતરની બહાર કાઢી હતી. જે નીલગાયો બાજુના ખેતરમાં જતાં લેબુજી નાગજીજી ઠાકોર, વનરાજજી લેબુજી ઠાકોર, વિક્રમજી લેબુજી ઠાકોર, દિનેશજી સગથાજી ઠાકોર, કનુજી ચંદુજી ઠાકોર, વિષ્ણુજી સામજીજી ઠાકોર, દિનેશજી તેજાજી ઠાકોર અને કિર્તિજી ચંદુજી ઠાકોરે ઉશ્કેરાઈ જઈ લોખંડની ટોમી, ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો.
અંગે કનુજી પોપટજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે લેબુજી નાગજીજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મનુજી ઠાકોર દારુ પીધેલ હાલતમાં ગાળો બોલતા હોય ના પાડતાં પોપટજી રગનાથજી ઠાકોર, મનુજી પોપટજી ઠાકોર, કનુજી પોપટજી ઠાકોર, અશોકજી પોપટજી ઠાકોરે ઉશ્કેરાઈ જઇ હુમલો કર્યો હતો. શિહોરી પોલિસે બંને પક્ષના 12 વ્યક્તિઓ સામે ગુુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.