તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:3 વર્ષથી વધુ સમય થયો હોય તેવા શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખો બદલાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણીને પગલે પ્રમુખ જ્ઞાતિવાદી સમીકરણો આધારે બનશે

ચાણસ્મા, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના તેમજ પાટણ અને રાધનપુર શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખોને ત્રણ વર્ષ પુરા થતા હોવાથી આ તાલુકા અને શહેરના નવા પ્રમુખો નિમણૂક કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કવાયત શરૂ કરી છે. જેમાં સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાને બાદ કરતા બાકીના 8 તાલુકા મથકો પર કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી નામ મેળવ્યા છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું હતું કે ચાણસ્મા, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકામાં અને પાટણ તેમજ રાધનપુર શહેરમાં પ્રમુખની નિમણૂક માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠક થઈ ગઈ છે. દરેક તાલુકામાં થી ત્રણથી વધુ નામો મળ્યા છે તેમાંથી 3 નામોની પેનલ બનાવી પ્રદેશમાં મોકલાશે પરંતુ આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી જ્ઞાતિવાદી સમીકરણો આધારે શહેર અને તાલુકાના પ્રમુખો નક્કી કરાશે. 15મી ઓગસ્ટ પહેલા શહેર અને તાલુકાના પ્રમુખો નક્કી થઈ જશે.

બુધવારથી તાલુકાની કારોબારી બેઠકો શરૂ થશે
બુધવારથી પાટણ જિલ્લામાં તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠકો શરૂ થશે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઓ ઘડવામાં આવશે. અને સંગઠન મજબૂત કરવા માટે કામગીરીની સમીક્ષા કરાશે.

અન્ય સમાચારો પણ છે...