સુંદર સજાવટ:પાટણમાં વાઘેશ્વરી માતાના મંદિરમાં અન્નપૂર્ણા મહોત્સવ નિમિત્તે ચૂંદડી મનોરથ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગબેરંગી 111 ચુંદડીઓના મનોરથ દર્શનની સુંદર સજાવટ કરવામાં આવી

પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિર પરીસર ખાતે 21 દિવસીય અન્નપૂર્ણામહોત્સવની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આમ હોત્સવમાં સમાજની સમિતિના મહિલા મંડળ દ્વારા મૈયા સન્મુખ વિવિધ મનોરથના દર્શનની ઝાંખી ગોઠવવામાં આવે છે. જે અનુસંધાને અગીયારમાં દિવસે અન્નપૂર્ણા મહોત્સવ નિમિત્તે સમગ્ર મંદિર પરીસરમાં ચૂંદડી મનોરથના દર્શનની સુંદર સજાવટ કરવામાં આવી હતી.

પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિર પરીસર ખાતે છેલ્લા 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી મા અન્નપૂર્ણાના 21 દિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જ્યાં શ્રદ્ધાળુ ભક્તો મૈયાના વિવિધ મનોરથના દર્શન કરી પાવન થઇ રહ્યા છે.

સોમવારના દિવસે અન્નપૂર્ણા મૈયા વાઘેશ્વરી માતા સહિત અન્ય દેવી દેવતાઓ સન્મુખ રંગબેરંગી 111 ચુંદડીઓના મનોરથ દર્શનની સુંદર સજાવટ કરવામાં આવી હતી. જેને લઇ સમગ્ર મંદિર પરીસરનું વાતાવરણ મૈયાની ચુંદડીઓથી સુશોભીત જોવા મળી રહ્યુ છે. જ્યાં શ્રદ્ધાળુ ભક્તો મનોરથ દર્શન કરી પાવન થઇ રહ્યા છે.

આ પ્રસંગે નયનાબેન સોનીએ ચુંદડી મનોરથ દર્શનનો ભકતજનોને લાભ લેવા જણાવ્યું હતું. તો આ ચુંદડી મનોરથ કાર્યક્રમમાં સમિતિની મહિલા મંડળની જયનાબેન સોની, તેજલબેન સોની સહિત અન્ય બહેનો દ્વારા આબેહુબ મનોરથ દર્શન ગોઠવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...