આ સમસ્યાનો અંત ક્યારે?:પાટણ શહેરના હાઈવે વિસ્તારમાં ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટરની સમસ્યા, રોગચાળાને ખુલ્લુ આમંત્રણ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ પાલિકા દ્વારા પાટણ હાઇવે ચાર રસ્તા શ્રમજીવીની સામે ભૂગર્ભ ગટર લાઇન છેલ્લા ધણા સમયથી ચોક અપ બની છે. જે લાઈનનું સમારકામ હાથ ધરવાની જગ્યાએ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું ઢાંકણું ઊંચું કરી ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી જાહેર રસ્તા ઉપર છોડવામાં આવી રહ્યા છે. જેના કારણે નવા બનેલા બ્રિજની બાજુના સર્વિસ રોડ ઉપર ગટરના ગંદા પાણી રેલાતા માગૅ પર મોટા મોટા ખાડાઓ પડવા પામ્યા છે.

આ ખાડાઓમાં દુષિત પાણી ભરાયેલું હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વિસ્તારમાં મચ્છર જન્ય જીવજંતુ નો ઉપદ્રવ પણ વધવાની સાથે લોકો ને દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે જેનાં કારણે રોગચાળો ફેલાવાની ભીતી પણ સેવાઈ રહી છે.

છેલ્લા ઘણા સમયથી હાઈવે વિસ્તારમાં આ ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે છતાં નધરોળ નગરપાલિકા નાં સતાધીશો દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યા નું નિરાકરણ નહીં લવાતા વિસ્તારના રહીશો માં પાલિકા પ્રત્યે નારાજગી ઉભી થવા પામી છે. ભૂગર્ભ ગટર ચેરમેન જયેશ ભાઈ પટેલ જણાવ્યું હતું કે લોકો ના નાખવાની વસ્તુઓ પણ ગટર લાઈન માં નાખી રહ્યા છે જેના કારણે આ ભૂગર્ભ લાઈન બ્લોક થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...