વિતરણ:પાટણ જેમ્સ ફાઉન્ડેશન અને મિત્રો દ્વારા બાળકો મીઠાઈ અને કપડાંનું વિતરણ કરાયું

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના ભૂલકાઓ ને કપડાં અને મીઠાઇ વિતરણ કરી નવાવર્ષની શરૂઆત કરી

પાટણ શહેરમાં જેમ્સ ફાઉન્ડેશન અને મિત્ર વર્તુળ દ્વારા આજ રોજ નવા વર્ષની સવાર નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત લાવવાનો એક નાનો પ્રયત્ન થકી 'આઓ જલાયે દિપ જહાં આજ ભી અંધેરે હે' પાટણના આજુબાજુ ગરીબ વિસ્તારમાં નાના ભૂલકાઓ ને કપડાં અને મીઠાઇ વિતરણ કરી નવાવર્ષની શરૂઆત કરી હતી.

આ આયોજનમાં નરેશભાઈ દેસાઈ મહામંત્રી ભા.જ.પા યુવા મોરચો ગુજરાત પ્રદેશ., મયંકભાઈ બારોટ હે. ઉ.ગુ.યુ. સેનેટ મેમ્બર અને ભા. જ.પા. યુવા મોરચા બનાસકાંઠા જિલ્લા પ્રભારી, મુકેશભાઈ દેસાઈ રિલાયન્સ ફાઉન્ડેશન, ગૌરવભાઈ પ્રજાપતિ પ્રમુખ ભા.જ.પા યુવા મોરચો પાટણ શહેર, સંદીપભાઈ દરજી ભા.જ.પા યુવા મોરચો પાટણ શહેર, પાર્થ બારોટ પ્રમુખ જેમ્સ ફાઉન્ડેશન અને મંત્રી શિવાયગ્રુપ, વિજયસિંહ ડાભી, સંજયભાઈ ઠાકોર, વિશ્વાસભાઈ પ્રજાપતિ, જીગરભાઈ પ્રજાપતિ, મૌલિક ભાઈ પટેલ, અમિતભાઇ તપોદન, પાર્થ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...