વ્યસન મુક્તિ અભિયાન:પાટણમાં વ્યસન મુક્ત ભારત અભિયાનમાં બીએપીએસ સ્વામિનારાયણની બાળ સભાના બાળકો જોડાયા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિત્ય 50 વ્યક્તિઓને વ્યસન મુક્તિ માટે સમજાવી વ્યસન મુક્ત બનાવવાનો બાળકોનો ભગીરથ પ્રયાસ

જૂદા જૂદા વ્યસનના કારણે ભારતભરમાં દર સેકન્ડે એક વ્યક્તિ મોતને ભેટે છે અને દર વર્ષે સરકાર દ્વારા વ્યસન મુક્તિ વ્યક્તિઓની સારવાર પાછળ 3.200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વ્યસની વ્યક્તિઓને વ્યસન મુક્ત બનાવવા માટે સરકાર સહિત વિવિધ એનજીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યસન મુક્ત ભારત બનાવવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ સભાના બાળકો પણ સહભાગી બની લોકોને વ્યસન મુક્ત બનાવવાનો સુતત્ય પ્રયાસ કરી રહ્યા છે.

પાટણ શહેરમાં ત્રિભુવન પાર્ક સોસાયટીમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નાં બાળ સભા ના બાળકો બાળ પ્રવૃત્તિ નિર્દેશકના મુકેશભાઈ પટેલ, હિતેશભાઈ પરમાર અને સૌરભભાઈ વાઘેલા ની આગેવાની હેઠળ જૂદી-જૂદી આઠ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિની જાગૃતિ ફેલાવી રહ્યા છે.

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ની બાળ ટીમ દ્વારા નિત્ય 50 જેટલા લોકોને વ્યસન મુક્તિ ના પાઠ સમજાવી વ્યસન મુક્ત બનાવવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેને સમગ્ર પાટણના નગરજનોએ સરાહનીય કાર્ય લેખાવી બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...