81921 બાળકોને"કોરોનારૂપી'કવચ:પાટણ જિલ્લાની 257 માધ્યમિક શાળા,15 આઈટીઆઈ અને 60 કોલેજોમાં 15 થી 18 વર્ષના બાળકોને કોવેક્સિન અપાશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી 15 થી 18 વર્ષનાં બાળકો માટે રસીકરણ અભિયાન
  • આરોગ્ય તંત્રના 1950 કર્મચારીઓ રસીકરણમાં જોડાશે, હાલમાં 50 હજાર ડોઝની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ બાકીનો જથ્થો આજે આવશે

ઓમિક્રોન સહિત વધતા કોરોનાના કેસના કારણે ત્રીજી લહેરની સંભાવના વધી રહી છે ત્યારે સોમવારથી પાટણ જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓ, કોલેજો અને આઈટીઆઈમાં 15થી18 વર્ષના બાળકોને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. 81921 બાળકોને રસી આપવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. માત્ર બે દિવસમાં જ તમામ બાળકોનું રસીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે 50,000 ડોઝ આરોગ્ય તંત્રને આપવામાં આવ્યા છે.

પાટણ શહેરની બી.ડી.હાઈસ્કુલ ખાતે સોમવારે બપોરે 12:00 કલાકે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધીકારીઓની ઉપસ્થિતમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ સાથે પાટણ શહેર અને જિલ્લાની કુલ 257 માધ્યમિક શાળાઓ, 12 આઈટીઆઈ તેમજ 60 કોલેજોમાં આ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. માત્ર બે દિવસમાં જ 15થી 18 વર્ષના 81921 બાળકોને કોવેકિસન રસીનો ડોઝ આપવામાં આવશે. રસીકરણની કામગીરીમાં 2000થી વધુ સ્ટાફ જોડાશે. હાલમાં 50 હજાર ડોઝની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બાકીનો જથ્થો સોમવારે આવશે.

કાઉન્સેલિંગ | શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ બાળકોનો ડર દૂર કરશે
જિલ્લા આરોગ્ય કચેરી કોરોના ઇન્ચાર્જ ડોક્ટર અક્ષય પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાળકોને રસી લેવામાં ડર ન લાગે તે માટે શાળાના શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓનો મુખ્ય રોલ હશે તેઓ દ્વારા કાઉન્સેલિંગ કરાશે. આ ઉપરાંત મોટાભાગના બાળકોના વાલીઓએ રસી લીધેલી છે અને તેમને કોઈ આડઅસર થઈ નથી. હવે પછી તેમના બાળકો પણ સુરક્ષિત રહે તે માટે રસી આપવા માટે વાલીઓ પણ આરોગ્ય વિભાગના આયોજનમાં તૈયાર જણાયા છે.

તકેદારી |કોરોના વેક્સિન લીધા પછી 30 મિનિટ ઓબ્જર્વેશનમાં રાખી રજા અપાશે
શાળામાં વિદ્યાર્થીને વેક્સિન અપાયા બાદ 30 મિનિટ ઓબ્જર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેને ઘેર જવા રજા અપાશે.

1950 કર્મચારીઓ રસીકરણમાં જોડાશે
સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવા માટે આરોગ્ય તંત્રના 1950 જેટલા કર્મચારીઓ રસીકરણમાં જોડાશે જેમાં 400 ફેસીલેટર 300 એમ.પી.એચ.ડબલ્યુ 100 સુપરવાઇઝર અને 1100 જેટલી આશા વર્કરો તેમજ 50 મેડિકલ ઓફિસરો કામગીરીમાં જોડાશે.

કોરોના વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન આ બે રીતે થઈ શકશે
​​​​​​​1.કોવિન એપ પર જઇ કિશોર-યુવાનનું નામ ઉંમર રહેણાંક વિસ્તારનો પીનકોડ લખી રસીકરણ સેન્ટરના લિસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરી વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરવાની રહેશે. મોબાઇલ પર કન્ફર્મેશન મેસેજ આવ્યા બાદ નક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકાશે.

2.ઓફલાઈનમાં શાળામાં સીધું રજિસ્ટ્રેશન થઈ શકશે જેમાં વિદ્યાર્થી કે તેના માતા પિતાનો મોબાઈલ નંબર, આધારકાર્ડ રજૂ કરવાનું રહેશે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ આઈડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...