ઐતિહાસિક નગરી પાટણને આરોગ્ય નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાટણમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલોમાં પણ ઘણીવાર માનવતા દર્શન થાય છે. ત્યારે હાલમાં આવી એક માનવતા મહેકાવે તેવી ઘટના પાટણની ખાનગી હોસ્પિટલમાં બનવા પામી હતી. પાટણ તાલુકાના દુધારામપુરા ગામે રહેતા હાર્દિક ઠાકોર નામના 9 વર્ષના બાળકના આખા શરીરમાં ધનુરનું ઇન્ફેક્શ ફેલાય હતું અને બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી. જેને લઈ બાળકને શહેરની ખાનગી લાઈફલાઈન ICU હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ધનુરનુ ઇન્ફેક્શન ફેલાયેલ માસુમને 47 દિવસની સારવાર બાદ નવજીવન મળ્યુ છે તો ડોકટરે સારવારની રૂ1.20 લાખની ફી માફ કરી માનવતા મહેકાવી છે.
પાટણ તાલુકાના દુધારામપુરા ગામે રહેતા હાર્દિક ઠાકોર નામના 9 વર્ષના બાળકના આખા શરીરમાં ધનુરનું ઇન્ફેક્શ ફેલાય હતું અને બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી. જેને લઈ બાળકને શહેરની ખાનગી લાઈફલાઈન ICU હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ ડો દિપકભાઈ મુદગલ દ્વારા ખૂબ મહેનત કરી તેમના અથાગ પ્રયત્નોથી આ બાળકને 47 દિવસની સારવાર આપ્યા બાદ બાળક સ્વસ્થ બનતા તેને સોમવાર નાં રોજ રજા આપવામાં આવી હતી.
બાળકનાં પરિવાર અને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે ક્ષત્રિય ઠાકોર સેના પાટણ અને અન્ય સંગઠનો દ્વારા બાળકના વ્હારે આવ્યા હતા. જેમાં દુધારામપુરાના સરપંચ અજીતજી ઠાકોર અને જીકેટીએસ પાટણ તાલુકા ઉપપ્રમુખ નટુજી ઠાકોર ભેમોસણની મહેનત થી લગભગ 2 લાખ રૂપિયા લોકફળો એકઠો કરવામાં આવ્યો હતો અને આ પરિવારને મદદ કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર દિપક મુદગલે પણ માનવતા મહેકાવી 1.20 લાખ રૂપિયા હોસ્પિટલ બીલમાં ઓછા લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ હતું. ડોક્ટરે દાયિત્વ બતાવતા ક્ષત્રિય ઠાકોર સેના પાટણ અને ઠાકોર સમાજના અન્ય અગેવાનોએ ડોક્ટર દીપક મૂદગલનો આભાર વ્યક્ત કરી શાલ ઓઢડી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.