મનોરથ:ચાણસ્મામાં ગોગા મહારાજના મંદિરે અનંત ચતુર્દશીએ છપ્પનભોગ મનોરથ કરાયો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલા 1200 વર્ષ પ્રાચીન ભગવાન શેષનારાયણ ગોગા મહારાજના સ્થાનકે શુક્રવારે અનંત ચતુર્દશી નિમિત્તે સાંજે છપ્પન ભોગ મનોરથ કરાયો હતો. ભાદરવા સુદ ચૌદશ (અનંત ચતુર્દશી) ભગવાન શેષનારાયણનો પ્રાગટ્ય દિવસ ગણાય છે, જેને લઈ ગોગા મહારાજ પરિવાર દ્વારા વર્ષોથી આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, સાંજે 5 વાગે ગોગા મહારાજને છપ્પન ભોગનો મનોરથ, હિંડોળા, દાદાના સહસ્ત્રનામાવલીના 1008 પાઠ તેમજ 108 દીવડાંની મહાઆરતી કરાઇ હતી. જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. મહોત્સવને લઇ હસુભાઇ પુજારી, હિતેન્દ્ર દેસાઇ, પરેશ દેસાઇ, આશિષ દેસાઇ વગેરે દ્વારા સુંદર આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...