હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલ ગુણ સુધારણા કૌભાંડ મામલે કારોબારી બેઠક દ્વારા લેવામાં આવેલી ચાર્જશીટ બનાવવાના નિર્ણય અનુસંધાને લિગલ એડવાઈઝર દ્વારા તૈયાર કરવામાં આવતા રજિસ્ટ્રાર દ્વારા કુલપતિને આપવામાં આવી છે. કુલપતિ ચાર્જશીટ મામલે જવાબ રજૂ કરશે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં મેડિકલ કોભાંડમાં દોષિત લોકો સામે ચાર્જશીટ બનાવીને કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને યુનિના લીગલ એડવાઈઝર જે.કે.દરજી દ્વારા કૌભાંડ મામલે કુલપતિ દ્વારા અન્ય કોઈ વ્યક્તિઓના નામો જાહેર કરવામાં આવ્યા ન હોય કન્વીનર તરીકે સમગ્ર કૌભાંડમાં દોષિત તેમને ઠેરવી ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને આ ચાર્જશીટ રજિસ્ટ્રાર દ્વારા કુલપતિને આપવામાં આવી છે.
રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે જણાવ્યું હતું કે, કુલપતિને બંધ કવરમાં ચાર્જશીટ આપવામાં આવી છે. હવે તેઓ જવાબ રજૂ કરશે અને તે જવાબ અને ચાર્જશીટ કારોબારી બેઠકમાં મુકવામાં આવશે. જેના આધારે કારોબારી કમિટી કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
સીધી વાત
પ્રથમ તપાસ અધિકારી ઇસી સભ્ય હરેશ ચૌધરી
પ્રશ્ન : પ્રાથમિક તપાસમાં કૌભાંડ સાબિત થયું હતું તેમાં કેટલા શંકાસ્પદ જણાયા હતા
જવાબ : આ ગુનાહિત કૃત્ય એક માણસે નહિ પરંતુ બેથી ત્રણ જણાંએ ભેગા થઈને આચર્યું હોય એવું જણાઈ આવેલ.
પ્રશ્ન : કૌભાંડ મામલે તમારી તપાસમાં ક્યાં પુરાવાના આધારે કૌભાંડ સાબિત થયું હતું
જવાબ: ક્લાસ રૂમની અંદર હાજર રિપોર્ટમાં ઉત્તરવહીઓના નંબર અલગ હતા અને પુનઃ મૂલ્યાંકન બાદ રજૂ થયેલ ઉત્તર વહીઓના નંબર અલગ જાણતા હતા.એ સિવાય પુનઃ મૂલ્યાંકન બાદ વિદ્યાર્થીના માર્કમાં થતો ફેરફાર જે દર્શાવતું પત્રક સરવાળામાં ભૂલ કરીને સુધારેલ હતું.
પ્રશ્ન : ચાર્જશીટ બની ગઈ હવે શું થઈ શકે છે
જવાબ : ચાર્જશીટ આપી 15 દિવસ પોતાનો પક્ષ મૂકવા માટે આપવામાં આવશે. અને મળેલ જવાબ કારોબારી સભા સમક્ષ મૂકવામાં આવશે અને જે બાબતે આગળની કાર્યવાહી કરોબારી સભા નક્કી કરશે.
પ્રશ્ન : દોષિતોને કયા પ્રકારની કારોબારી સમિતી સજા કરી શકે છે.
જવાબ: જે બાબતે જવાબ રજૂ થયા બાદ જ કહીં શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.