ચાર્જની સોંપણી:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ચાર શાખાઓના ચાર્જની વહેંચણી કરાઈ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિ ડો. જે.જે.વોરા દ્વારા ચાર શાખાઓના ચાર્જની સોંપણી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના મુખ્ય હિસાબી અધિકારી એ.આર.મકવાણા ગઈકાલે સોમવારના રોજ નિવૃત્ત થતાં વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે કુલપતિ ડો. જે.જે.વોરા દ્વારા ચાર શાખાઓના ચાર્જની સોંપણી કરવામાં આવી હતી.

જેમાં હિસાબી શાખાના વડાનો ચાર્જ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ ડો. કે.કે.પટેલને, મહેકમ વિભાગનો ચાર્જ શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ચિરાગ પટેલને, યુ.જી.સીનો ચાર્જ એમ.બી.એ વિભાગના પ્રોફેસર અશ્વિન મોદી અને સ્ટોર શાખાનો ચાર્જ મદદનીશ કુલસચિવ ધ્રુવ દવેને આપવામાં આવ્યો હતો. આ સિવાય આજે તમામ શાખાઓના ચાર્જની સોંપણી પણ કરી દેવામાં આવી હતી.