પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે જર્જરીત બનેલા વૃક્ષની ડાળી સોમવારની સમી સાંજે અચાનક ધરાશાય થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ઘટના સમયે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની અવરજવર નહીવત હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વૃક્ષની ડાળી પડવાથી પાર્ક કરેલી બાઈકને નુકસાન પહોંચ્યું હતું.
બપોરના સુમારે ડાળુ ધરાશાયી બન્યું
પાટણ શહેરના મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના મુખ્ય દ્વારે કે, જ્યાં પબ્લિકની અવરજવર રહે છે, ત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પાસેનું ઝાડનું તોતીંગ ડાળુ બપોરના સુમારે ધરાશાયી બન્યું હતું. સદનસીબે એક ઉમર લાયક માજી પસાર થતા હતા, ત્યારે જેવો ડાળીનો તૂટવાનો અવાજ થતા સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે ઉભેલા પાટણ 108 એમ્બ્યુલન્સના પાયલોટ ગુલાબખાન બલોચ દોડી આવી માજીને જોરથી બૂમ મારી ખસી જવા જણાવતા માજી ખસી ગયા હતા.જેથી તેઓ ઈજાગ્રસ્ત થતા બચી ગયા હતા, તો એક મોટરસાયકલ ઝાડ નીચે દબાઈ ગયું હતુ. જેને મોટું નુકસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.