• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chansmathi Dilip Thakor Repeats, Balwantsinh Rajput Ticket In Sidhpur, Refrains From Announcing Candidates In Patan And Radhanpur

ભાજપની પ્રથમ યાદી:ચાણસ્માથી દિલીપ ઠાકોર રિપીટ, સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુતને ટિકિટ, પાટણ અને રાધનપુરમાં ઉમેદવારોને જાહેર કરવાના ટાળ્યાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને ચાણસ્મા વિધાનસભાની બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સિદ્ધપુર બેઠક પર બળવંતસિંહ રાજપુતના નામની મોહર લાગી છે. તેમજ ચાણસ્મા બેઠક ઉપર પણ નવીન ઉમેદવારના બદલે કાર્યકારી ધારાસભ્ય દિલીપ ઠાકોરને જ રિપીટ કરવામાં આવ્યાં છે.

સતત ચોથી ટર્મ માટે દિલીપજી ઠાકોરના નામની પસંદગી
સિદ્ધપુર બેઠક હાલમાં કોંગ્રેસના હાથમાં છે. જેથી ટક્કર આપવા માટે ભાજપે મૂળ કોંગ્રેસના પરંતુ હાલમાં ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જેમનો વિસ્તારમાં દબદબો હોવાથી કોંગ્રેસને હવે ઉમેદવાર જાહેર કરવામાં મૂંઝવણ સર્જાશે, ત્યારે ચાણસ્મામાં પણ છેલ્લાં ઘણા ટર્મથી એક હથ્થું શાસન ચલાવતા દિલીપજી ઠાકોર તેમના પિતાના નેતૃત્વ બાદ શાસનમાં આવ્યાં છે, ત્યારથી સતત ચોથી ટર્મ માટે પણ તેમનું નામ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને ફરી એકવાર 2022ની વિધાનસભામાં તેઓ ચાણસ્મા બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
બે બેઠક પર વિવાદ ના સર્જાય માટે નામો બાકી રખાયા
પાટણ અને રાધનપુર બંને બેઠક ઉપર ભાજપના દાવેદારો દ્વારા સ્થાનિક ઉમેદવારની માગ સાથે વિરોધના વંટોળ ઊભા થતા ભાજપના સ્થાનિક નેતૃત્વ દ્વારા આ બાબતે પ્રદેશ સુધી માંગણીઓ મોકલવામાં આવી છે. જેથી કોને ઉમેદવાર મુકવા તે બાબતે પક્ષમાં મૂંઝવણ હોવાથી બંને વિધાનસભાઓ પર વિરોધ ભારે ના પડે તે માટે થઈને હાલમાં ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કરવામાં આવ્યો છે. તેવું સ્થાનિક સિનિયર નેતાઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...