ચાણસ્મામાં ઇન્દિરાનગરનો યુવાન શનિવારે બપોરે ચાણસ્મા તળાવના પાણીમાં હાથ પગ ધોવા જતા પગ લપસતા પાણીમાં ઘરકાવ થતાં મોત થયું હતું. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાણસ્મા ખાતે ઇન્દિરા નગરમાં રહેતા નરેશભાઈ દલપતભાઇ તુરી (ઉંમર વર્ષ 48) તેઓ શનિવારે બપોરે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને ચાણસ્મા ગામ તળાવ ખાતે કુદરતી હાજતે જઈને હાથ પગ ધોવા તળાવના પાણીમાં જતા તળાવની પાળથી પગ લપસતા તળાવના પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા.
આ ઘટનાને જાણ નજીકમાં રહેલા લોકોને થતા તેઓ દોડી આવીને પાણીમાંથી કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી. પણ તેમને પાણીમાં વધારે સમય થઈ ગયો હોવાથી તેમનું મોત થયું હતું. આ અંગે તેમના પિતરાઈ ભાઈ ચંદ્રેશભાઇ કાંતિભાઈ બારોટ ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો તેની તપાસ અધિકારી પીએસઆઇ એ.એન.ડામોરે હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.