• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chansma Seat Candidate Dilipji Thakor Said Till Date We Have Not Done Anything To Bribe The Vote Given By The Voters And We Will Not Do It In The Future Either.

વિધાનસભાની ચૂંટણી:ચાણસ્મા બેઠકના ઉમેદવાર દિલીપજી ઠાકોરે કહ્યું- મતદારોએ આપેલા મતને લાંચન લાગે તેવું કામ આજ સુધી અમે કર્યું નથી અને ભવિષ્યમાં પણ કરીશું નહીં

પાટણ21 દિવસ પહેલા

ચાણસ્મા વિધાનસભા બેઠક ઉપર દિલીપજી ઠાકોરના પરિવાર ઉપર ભાજપે સતત આઠમી ટર્મમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે. ભાજપ દ્વારા ચાણસ્મા વિધાનસભા માટે તેમની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ છલકાયો હતો અને આતિશબાજી સહિત તેમને ફુલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યાં હતા.

27 વર્ષથી આ વિસ્તારમાં અમારો પરિવાર લોકોની સેવામાં જોડાયેલો
ભાજપે દિલીપજી ઠાકોરનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા બાદ નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતા વીરાજી જનસંઘમાંથી ચૂંટણી લડવાની શરૂઆત કર્યા બાદ સતત છેલ્લા 27 વર્ષથી આ વિસ્તારમાં અમારો પરિવાર લોકોની સેવામાં જોડાયેલો છે. ભાજપને અમારા ઉપર મુકેલા વિશ્વાસ અને મતદારોએ આપેલા મતને લાંચન લાગે તેવું કામ આજ સુધી અમે કર્યું નથી અને ભવિષ્યમાં પણ કરીશું નહીં. નાના મોટા દરેક કામો જે કરવાલાયક હોય તે દરેક લોકોને સાથે રાખીને મારા મત વિસ્તારમાં અમે કર્યાં છે.

ગત ટર્મની જીત કરતા પણ વધુ મતો મેળવી જીતીશું
નાના-મોટાં ઝઘડાઓના પણ અમે સમજાવટથી અંત લાવીએ છીએ અને સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનું આ સૂત્ર અમે અમારા મત વિસ્તારમાં સાર્થક કર્યું છે. આ વિધાનસભાની ચૂંટણીમાં પણ ગત ટર્મની જીત કરતા પણ વધુ મતો મેળવી જીતીશું તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...